Cricket/ રાજીવ શુક્લાને મળી શકે છે BCCI તરફથી આ મોટી જવાબદારી

ઇન્ડિયન પ્રીમિયર લીગનાં પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાથી જોડાયેલુ એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે. ક્રિકેટ વહીવટથી લઇને અને રાજકારણમાં સારો અનુભવ ધરાવતા કોંગ્રેસનાં નેતા રાજીવ શુક્લા, વિશ્વનાં સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ, બીસીસીઆઈનાં નવા ઉપ-પ્રમુખ બનવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ બની શકે છે વર્ષ 2019 ની શરૂઆતમાં, સૌરવ ગાંગુલી બોર્ડ અધ્યક્ષ […]

Sports

ઇન્ડિયન પ્રીમિયર લીગનાં પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાથી જોડાયેલુ એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે. ક્રિકેટ વહીવટથી લઇને અને રાજકારણમાં સારો અનુભવ ધરાવતા કોંગ્રેસનાં નેતા રાજીવ શુક્લા, વિશ્વનાં સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ, બીસીસીઆઈનાં નવા ઉપ-પ્રમુખ બનવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.

રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ બની શકે છે

વર્ષ 2019 ની શરૂઆતમાં, સૌરવ ગાંગુલી બોર્ડ અધ્યક્ષ બન્યા તે પહેલાં રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ બનશે તે અંગે સતત અટકળો ચાલી રહી હતી. પરંતુ નવા બંધારણને કારણે આ શક્ય નહોતું. જો કે તેમના નામની ચર્ચા ફરી એકવાર તીવ્ર બની છે. આ સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર બ્રિજેશ પટેલની બીજી ટર્મમાં આઈપીએલ પ્રમુખ રહેવાની સંભાવના છે.

બીસીસીઆઈ ખાલી પોસ્ટ ભરશે

ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડનાં સભ્યોએ કોઈ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું નથી. પરંતુ જે જગ્યાઓ ખાલી છે તે તમામ જગ્યાઓને સહમતીની સાથે ભરવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં, બીસીસીઆઈ આ પદ અંગે 24 ડિસેમ્બરે અમદાવાદમાં વાર્ષિક બેઠક યોજશે. જેમાં ઉપાધ્યક્ષ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ માટે ખાલી પડેલા બે સભ્યોની પસંદગી કરવામાં આવશે.

રાજીવ શુક્લાના નામ પર સંમતિ

તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે રાજીવ શુક્લાની આગામી ઉપાધ્યક્ષ તરીકેની પસંદગી પર દરેક સંમત થયા છે અને તે ગુરુવારે પણ ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે. 2017 સુધી રાજીવ શુક્લા બીસીસીઆઈનાં અધિકારી ન હોતા. પરંતુ તેઓ ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યુપીસીએ) નાં સચિવ તરીકે ચૂંટાયા હતા. આ પછી, વર્ષ 2018 સુધી, તે આઈપીએલ પ્રમુખનો હવાલો પણ સંભાળી રહ્યા હતા.

બેઠક પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવશે

કોરોના રોગચાળાને કારણે, એક વર્ષથી સમગ્ર વિશ્વમાં રમતગમતને લગતી તમામ ટૂર્નામેન્ટ્સ રદ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે ધીરે ધીરે ટીમો એક દેશથી બીજા દેશની મુલાકાતે આવી રહી છે. દરમિયાન, બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહ વતી એક નોટિસ દ્વારા તમામ સભ્યોને એજીએમ માટે અમદાવાદ આવતા પહેલા Covid-19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા જણાવાયુ છે. જે દરેક માટે ફરજિયાત રહેશે. આ પછી, મીટીંગમાં જોડાતા પહેલા બોર્ડ ફરીથી અમદાવાદમાં તેમનું ટેસ્ટ કરશે.

બોલ્ડ થતા જ ટ્રોલ થયો પૃથ્વી શો, ફ્લોપ ઈનિગ્સથી કેરિયર પર લાગી શકે છે ગ્રહણ

બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

સાથી ખેલાડીને થપ્પડ મારવાનો પ્રયત્ન, મુશફિકુર રહીમને પડ્યો ભારે, મળી આ સજા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો