Bollywood / રાની મુખર્જીએ આ બિમારીના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે

બંટલી ઓર બબલી-2ના કારણે એક વખત ફરી રાની મુખર્જી ચર્ચામાં છે. મર્દાની-2 પછી બોલીવુડમાં પોતાની ફિલ્મ લઇને રાની આવી રહી છે. એ વાતથી કોઇ અજાણ નથી કે રાની માત્ર નામની જ નહીં પરંતુ ખરેખર બોલીવુડની રાની છે

બંટલી ઓર બબલી-2ના કારણે એક વખત ફરી રાની મુખર્જી ચર્ચામાં છે. મર્દાની-2 પછી બોલીવુડમાં પોતાની ફિલ્મ લઇને રાની આવી રહી છે. એ વાતથી કોઇ અજાણ નથી કે રાની માત્ર નામની જ નહીં પરંતુ ખરેખર બોલીવુડની રાની છે. કાજોલની પિત્રાઇ બહેન અને અજય દેવગણની સાળી છે. બંગાળી હોવાના કારણે તેમને પ્રથમ ફિલ્મ પણ બંગાળી જ કરી હતી. 1996માં બિયર ફૂલ થી કરિયર શરૂ કરનાર રાનીની પ્રથમ હિન્દી ફિલ્મ રાજા કી આયેગી બારત હતી. પોતાના ચાહકો પર રાજ કરતી રાની એવી બિમારીથી પિડાતી હતી જેમાંથી બહાર આવવા માટે તેને લાંબો સમય લાગ્યો છે.

રાની મુખર્જીની ફિલ્મ હિંચકી આવી ત્યારે તેને કહ્યું હતુ કે, આ બિમારીમાંથી હું પસાર થઇ ચુકી છું. 22 વર્ષ કરતા પણ વધુ સમય સુધી મારે આ તકલીફ દૂર કરવા માટે લડવું પડ્યું છે. પરંતુ હું હંમેશા પ્રયત્ન કરતી રહેતી, જેના કારણે મારી આ સમસ્યા દૂર થઇ છે. જ્યારે હિંચકી ફિલ્મ મને મારી સ્ટોરી લાગતી હતી. હું તો આ સમસ્યામાંથી બહાર આવી શકી પરંતુ કેટલાય લોકો આ બિમારી સાથે લડી રહ્યા છે.

રાનીના અભિનયનો જાદુ તેમના ચાહકોને થીયેટર સુધી લઇ જવામાં સફળ રહ્યો છે. છતા શરૂના સમયમાં રાનીને ઘણા ચઢાવ-ઉતાર જોવા પડ્યા છે. કોઇ તેની હાઇટને લઇને કોમેન્ટ કરતુ તો કોઇ તેના અવાજને લઇને. કદાચ કોઇને ખ્યાલ નહીં હોય કે, બોલીવુડના પરફેક્ટમેન આમીર ખાને રાની સાથેની ફિલ્મ ગુલામમાં રાનીના અવાજને ડબીંગ કરાવ્યો હતો. આમીરનું માનવું હતુ કે બધુ બરાબર છે પણ રાનીના અવાજના કારણે ફિલ્મ પર માઠી અસર પડશે. પરંતુ જ્યારે કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં રાનીના ઓરીજનલ વોઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે રાનીના ચાહકોએ તેને ખુબ જ પસંદ કર્યો. ત્યાર પછી રાની હંમેશા પોતાના ઓરીજનલ અવાજમાં જ ફિલ્મો કરતી. આમીર ખાને પણ ગુલામ ફિલ્મમાં તેના અવાજને ડબીંગ કરવા બદલ માફી માંગી હતી.

સલમાન ખાનના પિતા અને બોલીવુડના દિગ્ગજ રાઇટર સલીમ ખાને 1994માં આવેલી ફિલ્મ આ ગલે લગ જા માટે રાની મુખર્જી પર પસંદગી ઉતારી હતી. પરંતુ રાનીના પિતાએ આ ફિલ્મ માટે નનૈયો ભર્યો. તેમના મતે રાની તે સમયે નાની હતી. રાનીએ ના કહેતા ફિલ્મ ઉર્મિલા માતોડકરને મળી અને તેમના અભિનયના ખુબ વખાણ થયા.

રાનીના બોલીવુડ કરિયરની વાત કરીએ તો રાજા કી આયેગી બારાતથી લઇને ગુલામ, કુછ કુછ હોતા હૈ, હેલો બ્રધર, બિચ્છુ, હર દિલ જો પ્યાર કરેગા, સાથીયા, હદ કર દી આપને, ચલતે ચલતે, હમ તુમ, વીર ઝારા, બ્લેક, બંટી ઔર બબલી, મર્દાની, મર્દાની-2 જેવી અનેક ફિલ્મો છે. અભિષેક બચ્ચન સાથે બંટી બબલી કરી, આ વખતે સૈફ અલી ખાન સાથે બંટી ઔર બબલી-2માં પોતાના અભિનયનો જાદુ પાથરવા તૈયાર છે. રાનીએ શાહરૂખ ખાન, આમીર ખાન, ગોવિંદા, સલમાન ખાન જેવા અનેક સ્ટાર સાથે જોડી જમાવી છે. કરણ જોહર પણ રાનીના ખુબ નજીકના મિત્રમાંથી એક છે. એક સમય તો એવો પણ આવ્યો જ્યારે બધાને લાગતુ હતુ કે બચ્ચન પરિવારની પુત્રવધુ રાની મુખર્જી બનસે. પરંતુ વિધીના લેખ જુદા હતા. જેના કારણે તે બચ્ચન પરિવાર નહીં પરંતુ ચોપડા પરિવારની પુત્રવધુ બની. બોલીવુડમાં તેના અને કાજોલના રીલેશનને લઇને પણ ઘણી ચર્ચા થતી હતી. પરંતુ બન્ને બહેનોને સાથે જિ ચર્ચાનો અંત આવી જતો. શીલ્પા શેઠ્ઠી, સમિતા શેઠ્ઠી, કરીના કપૂર, કરિશ્મા કપૂર જેવી અનેક અભિનેત્રીઓ સાથે તેમને મૈત્રી છે.

પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાનીએ કોઇ જ કરસ છોડી નથી. કપીલ શર્માના શો થી લઇને બીગ બી સાથે કેબીસીમાં પણ ફિલ્મનું પ્રદર્શન કર્યુ છે. બોલીવુડના ભાઇજાનના શો બીગ બોસમાં પણ રાની મસ્તી કરતા જોવા મળે છે. પરંતુ દરેક શોમાં પરફેક્ટ સાડી લાંબો બ્લાઉઝ અને હાથમાં બે ડઝન બંગડીવાળો લુક બધાને અચંબામાં મુકે છે. તો વળી કપીલના શોમાં તો તેને સૈફ અને કપીલને ટચ કરી પોતાના બીજા બાળક માટે પ્રે કરવાનું પણ કહ્યું હતુ. આ બધી વાતોથી એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રાની પ્રેગ્નેટ તો નથી ને.. આ તો થઇ ચર્ચાની વાત હકીકત તો સમય આવે જ ખબર પડશે.

રાની મુખર્જીના અંગત જીવનની વાત કરીએ તો ફિલ્મ મુજસે દોસ્તી કરોગે નાં સેટ પર બોલીવુડના જાણીતા ડાયરેક્ટર યશ ચોપડાના મોટા દિકરા આદિત્ય ચોપડા અને રાની વધુ નજીક આવ્યા, અને પછી ધીમે-ધીમે મુલાકાતો વધી. પ્રેમને પરીપુર્ણ કરવા માટે રાની-આદિત્ય 2014માં લગ્નગ્રંથીએ જોડાયા. આ લગ્ન માત્ર 10-12 લોકોની હાજરીમાં બિલકુલ સાદગી પુર્ણ થયા હતા. પોતાના પતિને હંમેશા જાહેરમાં પતિદેવ કરીને સંબોધન કરતી. રાની અને આદિત્યના વિચારો બિલકુલ અલગ છે. જેના વિશે ખુદ રાનીએ ઘણીવાર જાહેરમાં વાત કરી છે. છતા બન્નેના લગ્નજીવનની ગાડી બિલકુલ પાટા પર ચાલી રહી છે. દીકરી આદિરાના જન્મ પછી ત્રણ વર્ષ સુધી તેને બ્રેક લીધો અને હીચકી ફિલ્મથી કમબેક થઇ. રાની પોતાના બેબાક બોલવાના સ્વભાવથી લોકોમાં ચર્ચાનો વિષય રહે છે, આદિત્યની માતા અને પોતાની સાસુમાં વિશે તે કહે છે, કે સાસુ-વહુમાં હંમેશા તુ..તુ..મેં..મેં..ચાલતી જ રહે છે. પરંતુ અમારા રીલેશન માતા-દીકરીના છે. કાશ યશ અંકલ મારા જીવનમાં હોત તો પિતાની કમી પણ મહેસુસના થાત.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment