અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આમ તો એ ફરિયાદ વાંચીને હસવું આવે કે આટલો મોટો અને અનુભવી વેપારી કેમ ઠગનો ભોગ બની શકે પરંતુ આ બાબત હસવા કરતા સાવધાની રાખવાની છે. બનાવાની વિગત એવી છે કે પહેલા આરોપી દંપતિએ પહેલા 100 ગ્રામનું અસલી સોનાનું બિસ્કિટ આપીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો અને બાદમાં 43 લાખના નકલી સોનાના બિસ્કિટ પધરાવી છેતરપિંડી કરીને ફરાર થઈ ગયું હતું. વેપારીને પોતે ઠગાયો હોવાની જાણ થતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. અમદાવાદના સોલામાં ચેન્નાઈના વેપારી સાથે રૂ.43 લાખની છેતરપિંડી થઇ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : PM મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા,3 દિવસમાં 3 યુરોપિયન દેશોની મુલાકાત લેશે
