Politics/ PM મોદીની બેઠકને લઇને CM મમતા ગુસ્સામાં, કહ્યુ- અમને બોલવાની પરવાનગી નથી તો બોલાવો છો કેમ?

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરની ગતિ હવે થોડી ધીમી પડી છે. જો કે, ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ હજુ પણ બેકાબૂ હોવાનુ સામે આવી રહ્યુ છે.

Top Stories India

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરની ગતિ હવે થોડી ધીમી પડી છે. જો કે, ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ હજુ પણ બેકાબૂ હોવાનુ સામે આવી રહ્યુ છે. વડાપ્રધાન મોદીએ આજે ​​કોરોનાથી પ્રભાવિત 10 રાજ્યોનાં 54 જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે વાતચીત કરી કોરોનાની સ્થિતિની જાણકારી લીધી હતી. જેમાં તેમણે જિલ્લામાં ઉદ્ભવતી પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ બેઠકની સૌથી વિશેષ વાત એ હતી કે પશ્ચિમ બંગાળનાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠકમાં હાજર રહ્યા હતા.

રાજકારણ / ગંગા નદીનાં કિનારે દફનાવેલા શબને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો સૌથી મોટો કટાક્ષ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોરોના સંક્રમણ અને રસીકરણની વ્યૂહરચના સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સાથે 10 જિલ્લાનાં ડીએમઓ અને રાજ્યોનાં મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરીષદ યોજી હતી અને કહ્યું હતું કે મીટિંગમાં તેમને બોલવાની તક આપવામાં આવી નથી. અમારું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જો રાજ્યોને બોલવાની મંજૂરી ન હોતી તો તેઓને કેમ બોલાવવામાં આવ્યા. બધા મુખ્યમંત્રીઓએ બોલવા ન દેવા સામે વિરોધ કરવો જોઇએ. મમતાએ આરોપ લગાવ્યો કે માત્ર કેટલાક ભાજપનાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદી પોતાની વાતને રાખે છે, અમને બોલવાની છૂટ નથી. બધા મુખ્યમંત્રીઓ ચૂપચાપ બેસી રહ્યા, કોઈએ કંઇ કહ્યું નહીં. અમારે રસીની માંગણી રાખવી હતી, પરંતુ અમને બોલવાની છૂટ નહોતી. આ એક કેજ્યુઅલ મીટિંગ હતી.

તાઉતેની તબાહી / CM રૂપાણી પહોંચ્યા વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની મુલાકાતે, સ્થિતિનો ક્યાસ મેળવ્યો

મીટિંગ દરમિયાન તેમણે કહ્યું કે, કોરોના સંકટ, બ્લેક ફંગસ, દવા કે રસી વિશે કોઈ વાત થઈ નથી. મેં વિચાર્યું કે હું તેમને કોરોના રસી આપવાની વિનંતી કરીશ. અમે 30 કરોડ રસીઓની માંગણી કરી રહ્યા હતા, પરંતુ કંઇ કહેવા દેવામાં આવ્યુ નહી. આ મહિને, 24 લાખ રસી મળવાની હતી, પરંતુ ફક્ત 13 લાખ જ મળી શકી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘જ્યારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનાં કેસોમાં વધારો થયો ત્યારે કેન્દ્રીય ટીમને મોકલવામાં આવી, પરંતુ જ્યારે ઉત્તર પ્રદેશની ગંગામાં મૃતદેહો મળી આવ્યા છે ત્યારે ત્યા કેમ ટીમ મોકલવામાં આવી નથી. દેશ અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણને કારણે થતા મોતને લઇને બેઠકમાં મમતાએ વડા પ્રધાનનાં દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, જો સંક્રમણનાં કેસો ઓછા થઈ રહ્યા છે, તો હજુ પણ આટલા મોત કેમ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાનની કોવિડ બેઠક સંપૂર્ણ ફ્લોપ અને અપમાનજનક હતી.