એક મુસિબત જતી નથી અને બીજી બારણે ઉભી હોય તેવુ જ કઇંક છેલ્લા ઘણા સમયથી થઇ રહ્યુ છે. કોરોનાનું જોર ઓછુ થયુ દેશમાં અલગ-અલગ રાજ્યોમાં ભૂકંપ શરૂ થઇ ગયા છે. અને હવે માહિતી મળી રહી છે કે એક ગુલાબ વાવાઝોડું આવી રહ્યુ છે, જેના કારણે દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે, ગુલાબ વાવાઝોડાનાં કારણે દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. આજે અને કાલે અહીં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી ઉપર લો પ્રેશર એરિયા બન્યો છે. જેના કારણે, આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંધ્રપ્રદેશ અને ઓડિશાનાં કેટલાક ભાગોમાં ચક્રવાત ‘ગુલાબ’ માટે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી ઉપરનું લો પ્રેશર ક્ષેત્ર શનિવારે ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ માં ફેરવાઈ ગયું છે. IMD નાં તોફાન ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન પશ્ચિમ તરફ આગળ વધવાની અને રવિવારે સાંજે ઉત્તર આંધ્રપ્રદેશનાં કલિંગપટનમ અને દક્ષિણ ઓડિશાનાં ગોપાલપુર કિનારેથી પસાર થવાની સંભાવના છે.
South Bengal is likely to have enhanced weather activity particularly in terms of heavy rainfall & wind on Sept 28-29. Heavy rainfall is expected over Kolkata, North 24 Parganas, East & West Medinipur, Jhargram, Howrah, Hooghly on Sept 28: GK Das, Director, IMD Kolkata (25.09) pic.twitter.com/u9ByCULLaf
— ANI (@ANI) September 25, 2021
આ પણ વાંચો –OMG! / 45 મિનિટ સુધી મૃત રહેલી મહિલા અચાનક જીવતી થઇ, ડોક્ટર્સની ટીમ ચોંકી ગઇ
IMD કોલકાતાનાં ડાયરેક્ટર જીકે દાસે કહ્યું છે કે, 28-29 સપ્ટેમ્બરનાં રોજ પૂર્વ બંગાળનાં ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવનની શક્યતા છે. IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને તેની નજીકનાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપરનું લો પ્રેશર ક્ષેત્ર છેલ્લા છ કલાકમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને તે હવે ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ માં ફેરવાઇ ગયુ છે. ઉત્તર આંધ્ર પ્રદેશ અને નજીકનાં દક્ષિણ ઓડિશા માટે તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાનાં દરિયાકાંઠાનાં વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ખૂબ જ ખરાબ હવામાન હોવાના કારણે ચેતવણી ઓરેન્જ એલર્ટનાં રૂપમાં આપવામાં આવી છે અને આ દરમિયાન રોડ અને રેલ ટ્રાફિક બંધ થવાની અને વીજ પુરવઠો ખોરવાવાની સંભાવના છે.

આ પણ વાંચો – Interesting / મોડલનાં Salon એ કાપ્યા એવી રીતેે વાળ હવે આપવા પડશે 2 કરોડ રૂપિયા
ભારતીય હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે, ચક્રવાતી તોફાન હેઠળ આંધ્રપ્રદેશ અને ઓડિશા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. એવો અંદાજ છે કે, 26 સપ્ટેમ્બરની સાંજે ગુલાબ વાવાઝોડું દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશનાં કલિંગપટનમ નજીક લેન્ડફોલ કરશે. આ સમય દરમિયાન પવન 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. ઓડિશા સરકારનાં એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર, ગજપતિ, ગંજમ, રાયગઢા, કોરાપુટ, મલ્કાજગિરિ, નબરંગપુર અને કંધમાલ – સાત જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. છે. IMD ની આગાહી મુજબ, વાવાઝોડું દક્ષિણ ઓડિશા અને પડોશી આંધ્રપ્રદેશનાં કિનારે આગળ વધી શકે છે.
