Money laundering Case/ કોર્ટે સત્યેન્દ્ર જૈનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

રાઉઝ એવન્યુ કોર્ટે AAP નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને કથિત મની લોન્ડરિંગ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 30 મેના રોજ મની લોન્ડરિંગના કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી

Top Stories India
મની લોન્ડરિંગ રાઉઝ એવન્યુ કોર્ટે AAP નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને

કથિત મની લોન્ડરિંગ કેસ(Money laundering case)માં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન(satyendra jain)ને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સત્યેન્દ્ર જૈન આજે એટલે કે 13 જૂન સુધી EDની કસ્ટડીમાં હતા. 30 મેના રોજ કથિત મની લોન્ડરિંગના કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 31 મેના રોજ ટ્રાયલ કોર્ટે સત્યેન્દ્ર જૈનને ED કસ્ટડીમાં મોકલી દીધો હતો.

રાઉઝ એવન્યુ કોર્ટે(Rouse Avenue Court) અગાઉ કથિત મની લોન્ડરિંગ કેસ(Money laundering case)માં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીને 13 જૂન સુધી ચાર દિવસ વધારી દીધી હતી. EDએ અરજીમાં તેની કસ્ટડી(Custody) વધારવાની વિનંતી કરી હતી. ઈડીએ 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ જૈન (57)ની ધરપકડ કરી હતી.

Delhi Minister Satyendar Jain Sent To 14-Day Judicial Custody In Alleged  Money Laundering Case

EDએ દરોડા પાડ્યા હતા
જણાવી દઈએ કે ભૂતકાળમાં, EDએ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ દરોડા દરમિયાન એજન્સીને 2.82 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 1.80 કિલો વજનના 133 સોનાના સિક્કા મળ્યા છે. ઇડીએ કહ્યું હતું કે જેમની સામે દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે મંત્રીને મની લોન્ડરિંગમાં મદદ કરતા હતા. સોમવારે, EDએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જ્વેલર સહિત સાત પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જે મામલે કાર્યવાહી હાથ ધરી છે
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓગસ્ટ 2017 માં અપ્રમાણસર સંપત્તિ ધરાવવા બદલ તેમની અને અન્યો વિરુદ્ધ FIR દાખલ કર્યા પછી આમ આદમી પાર્ટી (AAP) ના મંત્રી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ આવ્યો છે. સીબીઆઈએ ડિસેમ્બર 2018માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે 2015-17 દરમિયાન કથિત અપ્રમાણસર સંપત્તિનું મૂલ્ય રૂ. 1.47 કરોડ હતું, જે તેમની આવકના જાણીતા સ્ત્રોત કરતાં લગભગ 217 ટકા વધુ હતું. આવકવેરા વિભાગે પણ આ વ્યવહારોની તપાસ કરી હતી અને કથિત રીતે જૈનની ‘બેનામી મિલકતો’ જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.

India / બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસ શું છે ? નેહરુના અખબાર પર કેમ ગાજી રહી છે કાનૂની ગાજ