Junagadh News/ જુનાગઢના મેળામાં “અતિથિ દેવો ભવ”ના ધજાગરા ઉડ્યા, વિદેશી યુવતીની જાહેરમાં છેડતી

યુવકે વિદેશી મહિલાની છેડતી કરી હોવાનો વીડિયો વાયરલ થયો

Top Stories Gujarat

Junagadh News : જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે. આપણે એક તરફ અતિથિ દેવો ભવનું વિશ્વ સ્તરે બ્રાન્ડિંગ કરીને મહેમાનોની આગતાસ્વાગતા કરીએ છીએ. બીજતરફ કેટલાક બનાવોને પગલે આપણું માથુ શરમથી જુકી જાય છે. આ બનાવની વાત કરીએ તો ગુજરાતની ગરિમાને ફરી એકવાર લાંછનરૂપ ઘટના બની છે જેમાં ગુજરાતમાં આવેલી વિદેશી યુવતીની જાહેરમાં છેડતી કરવામાં આવી હતી.

જુનાગઢના ભવનાથના મેળામાં આ બનાવ બન્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું સમાપન થયું છે. તો બીજી તરફ જૂનાગઢમાં ભવનાથના મેળાનો પ્રારંભ થયો છે. ભારતના આ ધાર્મિક તીર્થને માણવા માટે અસંખ્ય વિદેશી મહેમાનો આવ્યા છે. પરંતું આપણે વિદેશી મહેમાનોનું માનપાન ન સાચવી શક્યા. મહાશિવરાત્રી મેળામાં રવેડીમાં વિદેશી મહિલાની છેડતીનો વીડિયો સામે આવ્યો છે.

જુનાગઢના મેળામાં ભીડ વચ્ચે એક યુવકે વિદેશી મહિલાની છેડતી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવકે છેડતી કરતા વિદેશી મહિલાએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મહિલાએ ત્યાં જ તેને થપ્પડ લગાવી હતી. ત્યારે જુનાગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ:માધુપુરામાં યુવતીનો આપઘાત પ્રેમલગ્ન કર્યાના છ માસમાં જ કર્યો આપઘાત પતિ પિયરમાંથી યુવતીને પૈસા લાવવા દબાણ કરતો યુવતીએ ઘરમા ગળેફાંસો ખાઇને કર્યો

આ પણ વાંચો: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત સુરતથી અમદાવાદ આવી કર્યો આપઘાત પતિના મોત બાદ સાસરિયાઓ આપતા હતા ત્રાસ ચારિત્ર્ય પર શંકા માનસિક ત્રાસ આપતા

આ પણ વાંચો: અમદાવાદમાં અલગ અલગ બનાવમાં એક જ દિવસમાં સગીર સહિત ચાર જણાનો આપઘાત