ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પશુઓ સાથે અથડાઈ હોવાના પગલે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મહારાષ્ટ્રના પાલઘરમાં રેલ્વે ટ્રેકની બાજુના ગામોના સરપંચોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે અને તેમને ટ્રેકની નજીક રખડતા પ્રાણીઓને ન જવા દેવાની સૂચના આપી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી છે .
નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ઢોરના માલિકની બેદરકારી જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની રાજધાની વચ્ચે સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરી હતી. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ ઘટનાઓ બની છે જેમાં ટ્રેન ઢોર સાથે અથડાઈ હતી.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે પીટીઆઈને જણાવ્યું કે આરપીએફના મુંબઈ વિભાગ દ્વારા ગામના સરપંચોને નોટિસ જારી કરવામાં આવી રહી છે, જેમાં અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને અપીલ કરી છે કે તેઓ તેમના ઢોરોને પાટા પાસે ન જવા દે, જેથી આવા અકસ્માતો ટાળી શકાય. ઠાકુરે જણાવ્યું હતું કે સરપંચોને આપવામાં આવેલી નોટિસો નિવારક પ્રકૃતિની છે.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ગુજરાતના અતુલ સ્ટેશન પાસે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પશુઓ અથડાયા હતા. ટ્રેન સેવા શરૂ થયા બાદ આ ત્રીજી ઘટના હતી. અગાઉ 6 અને 7 ઓક્ટોબરે પણ કેટલાક પશુઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ બંને ઘટનાઓ ગુજરાતમાં બની છે. આ તમામ ઘટનાઓમાં મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. જોકે, ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું.
ઠાકુરે કહ્યું, “આવી ઘટનાઓએ રેલ કામગીરીને પ્રતિકૂળ અસર કરી છે. આવી ઘટનાઓને કારણે ટ્રેન અકસ્માત અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શક્યતા વધી ગઈ છે. આ માત્ર રેલ ટ્રાફિકમાં વિક્ષેપ અને રેલ્વે સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કારણ નથી પરંતુ મુસાફરો માટે પણ જોખમ ઊભું કરે છે.
સરપંચોને આપવામાં આવેલી નોટિસમાં આરપીએફએ કહ્યું છે કે રેલ્વે ટ્રેક પર મોટી સંખ્યામાં રખડતા પ્રાણીઓ (ગાય અને ભેંસ) આવે છે અને તેના કારણે હંમેશા મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે. ઠાકુરે જણાવ્યું હતું કે, “આરપીએફએ આ વર્ષે અત્યાર સુધીમાં જોખમી સ્થળોએ 1,023 જાગૃતિ અભિયાન હાથ ધર્યા છે.”
આ પણ વાંચો:મચ્છરોથી ભરેલી બોટલ લઈને કોર્ટમાં પહોંચ્યો ગેંગસ્ટર, અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથીએ જજને કહી આ વાત
આ પણ વાંચો:ઈશુદાન ગઢવી હશે AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
