અમરેલી પંથકમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત્ જોવા મળી રહી છે. અહિયાં અવારનવાર દીપડા દ્વારા બાળકો પર કરવામાં આવતા હુમલાઓ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક વખત દીપડાએ 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, અમરેલીના ધારીના પાણીયા ગામે મજૂર પરિવારના 5 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. મોડી સાંજે વાડીના મકાન પાસે રમતા બાળક પર હુમલો થતા ખળભળાટ મચી ગયો હતો. હુમલામાં બાળકને માથામાં અને પીઠના ભાગે ઇજા થઈ છે. ઇજાગ્રસ્ત બાળકને અમરેલી ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
