કોરોનાનો આતંક / ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે

રાજ્યમાં RTPCR ટેસ્ટની ક્ષમતા બમણી થશે 

સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક સંસ્થાનોમાં પરીક્ષણ કરાશે

રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા ૨૬ શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR  ટેસ્ટ શરૂ કરાશે.  આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું હતું કે, ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ  આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે.  જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે તે  જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આર આ લેબોરેટરીઓને મોકલી આપશે.

ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં આ વધારાની ૨૬ સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં આર ટી  પી સી આર ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ જશે.

અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે, દર્દીઓ સીધા જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery