Rahul Gandhi Kangana Ranaut Kriti Sanon Ad Controversy: અભિનેત્રી કૃતિ સેનનની એક જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધનને લગતી જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. જાહેરાતમાં કૃતિના પહેરવેશ અને નેકલાઇનને લઈને કેટલાક યુઝર્સે વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે, ઘણા લોકોએ કૃતિના સમર્થનમાં પણ પોતાનો મત રજૂ કર્યો છે. ધીમે ધીમે આ ચર્ચા બોલિવૂડથી લઈને રાજકારણ (Kangana Ranaut) સુધી પહોંચી ગઈ.
રાહુલ ગાંધી કૃતિ સેનનના સમર્થનમાં
વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃતિ સેનનના સમર્થનમાં વાત કરી હતી. તેમણે મહિલાઓના કપડાં અંગે પસંદગીના અધિકારનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે મહિલાએ શું પહેરવું તે તેનો પોતાનો નિર્ણય હોવો જોઈએ. તેમણે મહિલાઓને આવી બાબતો માટે ટ્રોલ ન કરવાની અપીલ પણ કરી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ‘Smash the Patriarchy’ લખીને પણ પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું.

Kangana Ranautએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રાણાવતે(Kangana Ranaut) તેમની ટીકા કરી હતી. કંગનાએ સોશિયલ મીડિયા પર એક કાર્ટૂન શેર કરીને રાહુલ ગાંધીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. કંગનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આજની મહિલાઓ પાસે કપડાંની પસંદગી માટે ઘણા વિકલ્પો છે. તેમના મતે મહિલાઓ પોતાની પસંદગી પ્રમાણે કોકટેલ ડ્રેસ, લહેંગા-ચોલી, જીન્સ, સાડી કે અન્ય વસ્ત્રો પહેરી શકે છે.
! ⚠️
Rahul Gandhi talks about “smashing patriarchy” when speaking about Manusmriti and Hindu women. But when it comes to hijab and abaya, the same principle suddenly becomes “freedom of choice.”
So, Rahul Gandhi, is your fight against… pic.twitter.com/IYIgigwDNj
— BJP (@BJP4India) August 25, 2026
રક્ષાબંધનની જાહેરાત પર કંગનાનો સવાલ
જોકે, કંગનાએ(Kangana Ranaut) કૃતિની જાહેરાતને લઈને સવાલ પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જાહેરાતનો અંદાજ કેટલાક લોકોને અસહજ લાગી શકે છે અને ખાસ કરીને રક્ષાબંધન જેવા તહેવારના સંદર્ભમાં જાહેરાતની રજૂઆતને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેમણે સવાલ કર્યો હતો કે ભાઈ-બહેનના પરંપરાગત તહેવારને દર્શાવતી જાહેરાતમાં પહેરવેશની પસંદગી કેવી હોવી જોઈએ.
ભાજપે પણ રાહુલ ગાંધીને ઘેર્યા
આ મુદ્દે ભાજપે પણ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ભાજપે(Kangana Ranaut) સવાલ ઉઠાવ્યો કે મહિલાઓની પસંદગી અને સ્વતંત્રતાના મુદ્દે શું દરેક ધર્મ અને સમુદાય માટે સમાન માપદંડ હોવો જોઈએ નહીં? ભાજપે પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી કેટલીક બાબતોમાં મહિલાઓની પસંદગીની વાત કરે છે, જ્યારે અન્ય ધાર્મિક પહેરવેશના મુદ્દે તેમનું વલણ અલગ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાયો અભિપ્રાય
આ સમગ્ર વિવાદ બાદ સોશિયલ મીડિયા પર લોકોના મત પણ અલગ-અલગ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કૃતિ સેનનની પહેરવેશની પસંદગીને વ્યક્તિગત સ્વતંત્રતા ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો રક્ષાબંધન જેવા સાંસ્કૃતિક તહેવારની જાહેરાતમાં રજૂઆતને લઈને સવાલ કરી રહ્યા છે. આ રીતે એક જાહેરાતથી શરૂ થયેલો વિવાદ હવે મહિલાની વ્યક્તિગત પસંદગી, સંસ્કૃતિ અને રાજકીય વિચારધારા સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો:કૃતિ સેનનની રક્ષાબંધન એડ પર વિવાદ; ભારે ટ્રોલિંગ બાદ જ્વેલરી બ્રાન્ડ GIVA એ જાહેરાત હટાવી
આ પણ વાંચો:કૃતિ સેનનની નવી રક્ષાબંધન જાહેરાત પર વિવાદ: પાલતુ શ્વાનને રાખી બાંધવા બદલ કાશીના વિદ્વાનો નારાજ!
આ પણ વાંચો:સોનમ વાંગચુક સાથેના સંબંધો પર CJP પ્રમુખ અભિજિત દીપકેનું નિવેદન; કહ્યું- ‘તે અમારા મેન્ટર છે’
