Entertainment News/ કૃતિ સેનનની નવી રક્ષાબંધન જાહેરાત પર વિવાદ: પાલતુ શ્વાનને રાખી બાંધવા બદલ કાશીના વિદ્વાનો નારાજ!

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) ની નવી જ્વેલરી એડમાં પાલતુ શ્વાનને રાખી બાંધવા પર કાશીના વિદ્વાનો ભડક્યા છે. સનાતન પરંપરાઓ અને રક્ષાબંધનના પવિત્ર વિધાન વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Entertainment
Major controversy over Kriti Sanon's new ad

Entertainment News : રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલાં એક જ્વેલરી બ્રાન્ડની નવી જાહેરાતે ભારે વિવાદ ઊભો કર્યો છે. બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon)આ એડમાં પોતાના પાલતુ શ્વાન (Pet dog)ને રાખી બાંધતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે તીખી બહેસ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ધર્મનગરી કાશીના ધર્મશાસ્ત્રીઓ અને વિદ્વાનોએ આ પ્રકરણની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

Kriti Sanon : રક્ષાબંધનનું પૌરાણિક મહત્વ અને વિદ્વાનોનો વિરોધ

કાશીના વિદ્વાનો (Scholars of Kashi)ના જણાવ્યા અનુસાર, સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરાઓ સાથે આવી રીતે ચેડાં કરવા તદ્દન અયોગ્ય છે: વિદ્વાનોનું કહેવું છે કે રક્ષાબંધન  (Raksha Bandhan)એક અત્યંત પવિત્ર તહેવાર છે. બદલાતી જીવનશૈલીના નામે તેના મૂળ સ્વરૂપને બગાડવું અને પાલતુ પ્રાણીને રાખી બાંધવી એ શાસ્ત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન છે.

વેદ અને સંસ્કૃત પંપરામાં રક્ષાબંધી માટે “રક્ષિકા” શબ્દ વપરાય છે. પ્રાચીન સમયમાં પુરોહિતો યજમાનોને અને ગુરુઓ શિષ્યોને રક્ષા સૂત્ર બાંધતા હતા. પ્રાણીઓ પ્રત્યે દયા અને પ્રેમ રાખવો યોગ્ય છે, પરંતુ તેને ધાર્મિક પરંપરાઓ સાથે જોડવું અશાસ્ત્રીય છે.

રક્ષા સૂત્રની ઊર્જા અને મંત્રનું પવિત્ર સ્થાન

રક્ષા સૂત્ર માત્ર એક દોરો નથી પણ સંકલ્પ અને પવિત્ર ઊર્જાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં રાખી બાંધતી વખતે વિશેષ મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે.

” ॐ એન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ,

તેન ત્વા મનુબધનાનિ રક્ષે માચલ માચલ “

આ મંત્રનો અર્થ છે કે જે મહાન રક્ષા સૂત્રથી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષાબંધનથી હું તમને બાંધું છું જે તમારું રક્ષણ કરશે. આવી સ્થિતિમાં અચેતન દોરા અને ધાર્મિક વિધિઓ સાથે આ પ્રકારના પ્રયોગો સનાતની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.


આ પણ વાંચો :ખિસ્સામાં કેશ નહોતી તો પાપારાઝીએ કરી રિતેશની મદદ; હવે એક્ટર ઉધાર ચૂકવવા શોધી રહ્યો છે તે દાનવીરને!

આ પણ વાંચો :વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષય કુમારની એલિયન એક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ

આ પણ વાંચો :‘વારાણસી’ 50 ભાષામાં થશે ડબ, ડબિંગ માટે લેવાશે 1500 થી વધુ કલાકારોના અવાજના સેમ્પલ!