Gandhinagar News: તહેવારોની શરૂઆત પહેલા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની (Chief Officer Transfer Gujarat) બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર ઝોનના પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીની જવાબદારીમાં (Gujarat Municipality) પણ ફેરફાર કરાયો છે.
Chief Officer Transfer Gujarat: 25 ચીફ ઓફિસરોની બદલી
સરકારી હુકમ (Gujarat Municipal Transfer) મુજબ સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનર રવિકાંત પટેલની માણસા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બદલી કરાઈ છે. જ્યારે વેરાવળ-પાટણ નગરપાલિકાના પારસ મકવાણાને સુરેન્દ્રનગર મનપામાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશાલ પટેલની ખંભાતથી કલોલ, ઉમા રામીણાની બોરસદ અને વિરાજ શાહની ડભોઈ નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. કૈલાશ બારેજાને બારેજા અને અશ્વિન વ્યાસને વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જવાબદારી (Municipal Commissioner Transfer) સોંપવામાં આવી છે. જયેશ પટેલની ચોટીલા અને જયકિશન તડવીની ખંભાત નગરપાલિકામાં બદલી કરાઈ છે.
અન્ય નગરપાલિકાઓમાં પણ નવા ચીફ ઓફિસર
તેજલ મુંધવાની દહેગામ અને ભદ્રેશ પટેલની ધ્રાંગધ્રા નગરપાલિકામાં બદલી કરાઈ છે. મંટીલ પટેલને વિરમગામ અને ભારતીબેન સોમાણીને શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર બનાવવામાં આવ્યા છે. તે જ રીતે વિપુલ પનારાને ઉમરેઠ, સંદીપસિંહ ઝાલાને રાપર અને બ્રિજરાજસિંહ વાળાને ગોંડલ નગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે. જયમલ મોઢવાડિયાની જામજોધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરાઈ છે.
ધોરાજી, કેશોદ, હારીજ અને મોડાસામાં પણ ફેરફાર
મુકેશ વાઘેલાને ધોરાજી અને ભાવિન કાંધાણીને કેશોદ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર બનાવવામાં આવ્યા છે. જ્યારે જીજ્ઞેશ બારોટને હારીજ અને મનોજ સોલંકીને મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચાર ઝોનના પ્રાદેશિક કમિશનરો બદલાયા
ચીફ ઓફિસરોની બદલી ઉપરાંત રાજ્યના ચાર ઝોનના પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીની જવાબદારીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કેશવ કોલડીયા – સુરત ઝોન, નીતિન બોડાત – અમદાવાદ ઝોન, સતીશ પટેલ – ગાંધીનગર ઝોન, રૂપલ ખેતીયા – રાજકોટ ઝોન આ ઉપરાંત વર્ગ-2ના વૈભવ વ્યાસને તેમની હાલની કામગીરી સાથે માંડવી-બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
તહેવારો પહેલા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર
તહેવારો પહેલા કરવામાં આવેલી આ સામૂહિક બદલીઓથી અનેક નગરપાલિકાઓમાં હવે નવા ચીફ ઓફિસરો જવાબદારી સંભાળશે. નવા અધિકારીઓની નિમણૂક બાદ સફાઈ, રસ્તા-લાઇટિંગ, પાણી પુરવઠો અને વિકાસકામો સહિતની સ્થાનિક કામગીરીમાં વેગ આવે તેવી અપેક્ષા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થયો છે.
આ પણ વાંચો: ઇડરમાં 8 વર્ષના માસૂમનું અપહરણ બાદ હત્યા, કૂવામાંથી મૃતદેહ મળ્યો
આ પણ વાંચો: મહેસાણામાં ટ્યુશન જતી વિદ્યાર્થીનીને પીકઅપે અડફેટે લીધી, સારવાર દરમિયાન મોત
આ પણ વાંચો: સોશિયલ મીડિયાની અફવા સામે DyCM હર્ષ સંઘવીનું કડક વલણ, ભ્રામક પોસ્ટ કરનાર સામે FIR
