અફવા/ અફવા બજારમાં ગરમાવો, સોશિયલ ગપ્પુ દાસે લોકોને ગેરમાર્ગે દોરવા ફેંક્યા પુડિકા

સોશિયલ મીડિયામાં વાહનના ટોલ ટેક્સને લઈને એક મેસેજએ ધૂમ મચાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી માત્ર હેવી વાહનો પર જ ટોલ ટેક્સ લાગશે. ત્યારે હવે આ મામલે ગુજરાત સરકારનો ખુલાસો સામે આવ્યો છે. રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગેના વાયરલ થયેલા મેસેજનું ખંડન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર […]

Gujarat

સોશિયલ મીડિયામાં વાહનના ટોલ ટેક્સને લઈને એક મેસેજએ ધૂમ મચાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી માત્ર હેવી વાહનો પર જ ટોલ ટેક્સ લાગશે. ત્યારે હવે આ મામલે ગુજરાત સરકારનો ખુલાસો સામે આવ્યો છે.

રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગેના વાયરલ થયેલા મેસેજનું ખંડન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ અંગે વાયરલ થયેલો મેસેજ અફવા છે. પહેલાની જેમ જ કાર અને ખાનગી વાહન માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ યથાવત રહેશે. આ અંગે કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પરના ટોલ ગેટ પર ભારે વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, આગામી 1 એપ્રિલથી અમદાવાદ-મહેસાણા પર હેવી વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જો કે, આ મેસેજ આ અફવા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.