મુંબઈમાં સંબંધોને શરમજનક બનાવવાનો મામલો સામે આવ્યો છે. 65 વર્ષીય વ્યક્તિને તેની પુત્રી અને પૌત્રી સાથે બળાત્કાર કરવાના મામલામાં સજા ફટકારવામાં આવી છે. મુંબઇની એક વિશેષ કોર્ટે આ શખ્સને જાતીય ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. પીડિતા મહિલાએ કોર્ટ સમક્ષ કરેલા નિવેદનમાં કહ્યું છે કે તેના પિતા જ્યારે તે 15 વર્ષની હતી ત્યારથી જ તેનું જાતિય શોષણ કરતા હતા. મહિલાનું કહેવું છે કે તે લગ્ન પછી તેના માતાપિતા સાથે રહેતી હતી. મહિલાએ કહ્યું કે તેના પિતાએ તેને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને જાહેર કરે તો તે તેના બાળકોને નુકસાન પહોંચાડશે.
![]()
મહિલાના કહેવા પ્રમાણે, તે તેની માતા સાથે ઘરકામ કરતી હતી જ્યારે તેના પિતા, ભાઈ અને પતિ પેઇન્ટર હતા. મહિલાએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેણે આ જાતીય શોષણ અંગે તેના એક પાડોશીને કહ્યું હતું, ત્યારબાદ તેણે આ વિશે બીજા કોઈને કહ્યું નહીં. પરંતુ એક દિવસ જ્યારે તેની પુત્રીએ પણ તેના દાદાની આ ક્રિયાઓ વિશે જણાવ્યું ત્યારે મહિલા ચોંકી ગઈ.
પત્ની સાથે પતિ જબરદસ્તીથી બાંધતો હતો શારીરિક સંબંધ અને સસરા કરતા રહ્યા બળાત્કાર, બાદમાં…

પૌત્રી સાથે પણ જાતિય શોષણ
મહિલા કહે છે કે 2017 માં એક દિવસ તેની પુત્રી આવી અને રડતા રડતા બોલી કે દાદા તેની સાથે રાત્રે સૂઈ જાય છે. તે તેની સાથે દુષ્કર્મ કરે છે. તે સમયે છોકરી માત્ર બીજા ધોરણમાં ભણતી હતી. મહિલાએ જ્યારે યુવતીની આ વાત સાંભળી ત્યારે તે ચોંકી ગઈ. તે પોતાની પુત્રી સાથે કોઈ ગેરરીતિ સહન ન કરી શકી અને સીધી પોલીસ સ્ટેશન ગઇ. તેણે તેના પિતા સામે કેસ દાખલ કર્યો. તમામ પુરાવા અને દલીલો પછી કોર્ટે પેઇન્ટર પિતાને સજા ફટકારી હતી. દોષિત પુત્રીને 50,000 રૂપિયા અને પૌત્રીને 25,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો
