ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લાકુટ્ટીએ કોંગ્રેસનાં નેતા સચિન પાયલટ અંગે એક મોટુ નિવેદન આવ્યું છે. તેમણે સચિન પાયલોટ વિશે કહ્યું કે, પાયલોટ એક સારા નેતા છે. હું માનું છું કે તે પણ ભવિષ્યમાં જલ્દી જ ભાજપમાં જોડાશે. અબ્દુલ્લાકુટ્ટી રવિવારે જયપુરમાં ભાજપ લઘુમતી મોરચાની રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન તેમણે કોંગ્રેસ નેતા વિશે આ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી
ભાજપનાં નેતા અબ્દુલ્લાકુટ્ટી પહેલા, તાજેતરનાં સમયમાં, ભાજપનાં નેતા રીટા બહુગુણા જોશીએ પણ સચિન પાયલોટ વિશે દાવો કર્યો હતો કે, તેઓ પાર્ટીથી નારાજ છે. તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે. જો કે, પાયલોટે રીટા બહુગુણા જોશીનાં આ નિવેદનને ખોટું ગણાવ્યું હતું. અબ્દુલકુટ્ટીનાં આ નિવેદન બાદ કોંગ્રેસનાં નેતાઓએ ટીકા કરી છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગનાં પૂર્વ પ્રમુખ આબિદ કાગઝીએ મીડિયા સાથે વાતચીત કરતા અબ્દુલકુટ્ટીનાં આ નિવેદનને લોકોને ગેરમાર્ગે દોરનાર ગણાવ્યુ છે.

આ પણ વાંચો – ખતરામાં લઘુમતી! / પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર આવી મુસિબત, ઘરો અને મંદિરોમાં તોડફોડ
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસનાં નેતા સચિન પાયલોટ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી હતી, જ્યારે ગયા વર્ષે તેમના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યોએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં નેતૃત્વ સામે બળવાખોર વલણ અપનાવ્યું હતું. જે બાદ એવી અટકળો ચાલી રહી હતી કે સચિન પાયલોટ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ પાયલોટે પોતાના નિવેદનમાં કહ્યું કે, તે ક્યારેય ભાજપમાં જોડાશે નહીં. સચિન પાયલોટ ભાજપમાં ન જોડાયા બાદ CM અશોક ગેહલોતની ખુરશી બચી શકી હતી.
