Political/ સંજય રાઉતે ભૂતપૂર્વ PM ની નેહરુ સાથે કરી સરખામણી, કર્યો PM મોદી પર કટાક્ષ

શિવસેનાનાં નેતા સંજય રાઉતે શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રદાન જવાહરલાલ નેહરુ પછી તેઓ એકમાત્ર એવા નેતા છે જે સમગ્ર દેશમાં લોકો દ્વારા વખણાય છે.

Top Stories India
સંજય રાઉત

શિવસેનાનાં નેતા સંજય રાઉતે શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રદાન જવાહરલાલ નેહરુ પછી તેઓ એકમાત્ર એવા નેતા છે જે સમગ્ર દેશમાં લોકો દ્વારા વખણાય છે. તેમણે કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર ખરેખરમાં તેમના પર અનુકૂળ છે.

આ પણ વાંચો – ગુજરાત / અમદાવાદમાં ઝડપાઇ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી, શખ્સ મોંઘી બોટલમાં વેચતો હતો સસ્તો દારૂ

આપને જણાવી દઇએ કે, સંજય રાઉતનું નિવેદન સ્પષ્ટપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત હતું, જેમણે 2014 માં ‘સબકા સાથ, સબકા વિકાસ’ (સામૂહિક પ્રયાસ, સમાવેશી વૃદ્ધિ) નાં સૂત્ર સાથે સત્તા સંભાળી હતી. પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, “શિવસેના-ભાજપ ગઠબંધનને મજબૂત કરવામાં અટલ બિહારી વાજપેયીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘સબકા સાથ, સબકા વિકાસ’ વાક્ય ખરેખર તેમને અનુકૂળ છે.” શિવસેનાનાં સાંસદ દિવંગત ભાજપ નેતાની જન્મજયંતિ પર વાજપેયી સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, “વાજપેયી ભારતમાં એકમાત્ર એવા બીજા નેતા હતા જેમની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. નાગાલેન્ડ હોય કે પુડ્ડુચેરી, વાજપેયીનું સન્માન કરનારા લોકો દરેક જગ્યાએ છે.” રાઉતે કહ્યું કે, વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપનાં બે મુખ્ય સ્તંભ હતા, જેમણે પાર્ટીને દેશભરમાં ફેલાવવામાં મદદ કરી.

આ પણ વાંચો – OMG! / 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

ઉલ્લેખનીય છે કે, આજે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. 1924 માં ગ્વાલિયરમાં જન્મેલા, વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો ચહેરો રહ્યા હતા અને ઓફિસમાં સંપૂર્ણ કાર્યકાળ સેવા આપનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન હતા. આ પ્રસંગે તમામ પક્ષોનાં નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અટલજીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલે લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી છે.