Not Set/ 11 વર્ષનાં બાળકની માત્ર મોબાઈલ માટે કરી ઘાતકી હત્યા!! તમે પણ આપો છે બળકોને રમવા મોબાઈલ

અમદાવાદના દેત્રોજમાં બાળકની હત્યાનો ભેદ ઉતેલાયો મોબાઈલ ફોન માટે કરાઈ હતી બાળકની હત્યા પોલીસે હત્યાને ઝડપી લઈને જેલમાં ધકેલ્યો મોબાઇલની અંધારામાં રહેલી આ પણ છે જાનલેવા ઇફેક્ટ અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં 11 વર્ષ ના બાળકની રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘનિષ્ઠ તપાસ કરીને સફળતા મેળવી છે. 11 વર્ષના બાળકની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat
  • અમદાવાદના દેત્રોજમાં બાળકની હત્યાનો ભેદ ઉતેલાયો
  • મોબાઈલ ફોન માટે કરાઈ હતી બાળકની હત્યા
  • પોલીસે હત્યાને ઝડપી લઈને જેલમાં ધકેલ્યો
  • મોબાઇલની અંધારામાં રહેલી આ પણ છે જાનલેવા ઇફેક્ટ

અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં 11 વર્ષ ના બાળકની રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘનિષ્ઠ તપાસ કરીને સફળતા મેળવી છે. 11 વર્ષના બાળકની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે ઘનિષ્ઠ તપાસ કરી આખરે રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં 11 વર્ષના બાળકની હત્યા નું કારણ એક મોબાઇલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રવીણ ઉર્ફે ભાવો બજાણીયા નામના આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની હાલ ગિરફતમાં છે તે, આરોપીનું નામ છે પ્રવીણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયા. 21 વર્ષના આરોપીએ માત્ર એક મોબાઈલ માટે થઈને 11 વર્ષના માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવી રહ્યું છે..  મરણજનાર મોબાઈલ ફોનમાં ગેમ રમતો હતો અને ચાલતો ચાલતો ઘટીસણા રોડે થઈ રામપુરા જતો હતો તે દરમિયાન હત્યારા આરોપીએ બાળકને ટાર્ગેટ બનાવ્યો અને હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો.

માત્ર એક મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ 11 વર્ષના બાળકની મોત નું કારણ બન્યું. ઘટનાની જો ઊંડાણપૂર્વક વાત કરીએ તો આરોપી સોનગઢ ગામ થી સાયકલ કાજ ગામ ખાતે આવી રહ્યો હતો. દરમિયાનમાં રસ્તામાં રામપુર ગામની સીમમાં મરનાર બાળકનો આરોપી સાથે ભેટો થયો હતો. આરોપીએ અગિયાર વર્ષના બાળકના હાથમાં મોબાઈલ જોતા તેને લાલચ જાગી અને મોબાઇલની લૂંટ કરવા પ્રયાસ કર્યો પરંતુ બાળક એ પ્રતિકાર કરતા આરોપીએ પોતાની પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર વડે બાળક પર ગળાના ભાગે હુમલો કર્યો અને તેને જાનથી મારી નાખ્યો. ત્યારબાદ મૃત્યુ પામેલા અગિયાર વર્ષના બાળકને બાજુના ખેતરમાં છરી વડે અને હાથથી ખાડો ખોદી તેની લાશને દાટી દીધી અને કોઈ જોવે તે પહેલાં જ તે ફરાર થઈ ગયો.

બાળકની લાશ જ્યારે ખેતરમાંથી મળી આવી ત્યારે બાળકના પરિવારજનો અને ખેતર ની આસપાસ માં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા સમગ્ર દેત્રોજ પંથકમાં 11 વર્ષના બાળકની હત્યા એ ચકચાર મચાવી પરંતુ કોઈ સુરાગ હાથ ન લાગ્યો. આખરે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા અલગ-અલગ મોડસ ઓપરેન્ડી પર તપાસ કાર્યવાહી હાથ ધરી અને ટેકનિકલ સપોર્ટ ના આધારે દેત્રોજ ના ખેતરમાંથી મળી આવેલી 11 વર્ષના બાળકની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો. જેમાં પોલીસે પ્રવીણ બજાણીયા ની ધરપકડ કરી તેના અપરાધોની કુંડળી ખોલી નાખી.

હાલ પોલીસે 11 વર્ષના માસુમ બાળકની મોબાઈલ માટે હત્યા કરનાર પ્રવીણ અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અને હવે અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાંચે હત્યારા ની વધુ પૂછપરછ હાથ ધરી તેણે અન્ય ગુના કર્યા છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ કિસ્સો મોબાઈલની આવી કદી પ્રકાશમાં ન આવી હોય તેવી સાઇડ ઇફેક્ટ પર સામે લાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.