આજે દુર્ગાઅષ્ટમીના દિવસે 2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની દૌડવીર સરિતા ગાયકવાડને DYSP બનાવી સ્ત્રી શક્તિનું સન્માન કર્યું છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ ટ્વીટ કરી ને આ અંગે માહિતી આપી હતી.
bihar elections / બાકીના રાજ્ય પાકિસ્તાનમાં છે..? બિહારમાં કોરોનાની મફત રસીના …
ગૃહ મંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન
ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન pic.twitter.com/PTgZOl9bwd
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) October 24, 2020
નોધનીય છે કે, સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ એક ભારતીય દોડવીર મહિલા છે, જે ૪૦૦ મીટર દોડ અને ૪૦૦ મીટર વિઘ્નદોડમાં નિષ્ણાત છે. તેણી ૪ × ૪૦૦ મીટર રીલેદોડની ભારતીય મહિલા ટીમની પણ સભ્ય હતી કે જેણે એશિયન રમતો ૨૦૧૮ દરમિયાન સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. તેણી ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન” માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
VALSAD / 25 વર્ષીય યુવકનું ઓસ્ટ્રેલિયામાં અકસ્માતમાં મોત, પરિવારમાં છ…
સરિતા ગાયકવાડનો ૧ જૂન ૧૯૯૪ના દિવસે ભારત દેશના ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામ ખાતે એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેણીએ રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો, ત્યાર પછી તેણી દોડવીર તરીકે ભાગ લે છે.
bihar elections: બાકીના રાજ્ય પાકિસ્તાનમાં છે..? બિહારમાં કોરોનાની મફત રસીના …
ઓસ્ટ્રેલિયા ખાતે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને ૪ × ૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે પસંદ કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી. આ ભારતીય ટીમ આ રમતોત્સવમાં સાતમા ક્રમે આવી હતી, જેનો સમય ૩:૩૩.૬૧ હતો. ત્યાર પછી તેણીને ૨૦૧૮ એશિયન ગેમ્સ માટેની ૪ × ૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે પસંદ કરવામાં આવી હતી. આ ચાર જણની ટુકડીમાં સરિતા ગાયકવાડ ઉપરાંત એમ. આર. પૂવમ્મા, હિમા દાસ અને વી. કે. વિસ્મયા હતા અને એમણે અંતિમ સ્પર્ધામાં 3:28.72 જેટલા સમય સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો છે.
bihar elections: ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બનતા પ
