ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન નિશુલ્ક કોવિડ -19 રસી આપવાના વચનને લઈ તે અન્ય વિરોધી પક્ષોના નિશાનામાં આવી છે. શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’ માં કહ્યું કે બિહારને કોવિડ -19 રસી મળવી જોઈએ. પરંતુ શું બાકીના રાજ્યો પાકિસ્તાનમાં છે..?
VALSAD / 25 વર્ષીય યુવકનું ઓસ્ટ્રેલિયામાં અકસ્માતમાં મોત, પરિવારમાં છ…
શિવસેનાએ સામનાના તંત્રી લેખમાં બિહારને કોરોના રસી નિશુલ્ક આપવાના ભાજપના વચનની ટીકા કરતા કહ્યું હતું કે શું બિન-ભાજપ શાસિત રાજ્યોએ કોવિડ -19 રસી વિશે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે વાત કરવી જોઈએ.
એનડીએએ બિહાર માટે જાહેર કરેલા તેના ચૂંટણી ઢંઢેરામાં તમામ બિહારની જનતાને મફત રસી આપવાનું વચન આપ્યું છે. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે ચૂંટણી ઢંઢેરામાં રસીના સમાવેશની ટીકા કરી હતી અને લખ્યું હતું કે, પહેલા કહેવાતું હતું કે ‘તમે મને લોહો આપો હું તમને આઝાદી આપીશ. પરંતુ હવે ‘તમે મને મત આપો અને હું તમને રસી આપીશ. “
bihar elections / ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બનતા …
ભાજપના આ ચૂંટણી ઢંઢેરા ના ઠેર ઠેર ઘેર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જયારે સામનામાં વધુમાં લખ્યું છે કે, કોવિડ -19 રસી દેશવાસીઓ સુધી પહોચાડવી એ સરકારની રાષ્ટ્રીય ભૂમિકા છે. દેશની ૧૦૦ કરોડ વસ્તીના રસીકરણ માટે કેન્દ્ર દ્વારા ઓછામાં ઓછા 70૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
gujarat / કોંગ્રેસે કોલર ટ્યુન મુદ્દે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ તો CMએ ક…
વધુમાં લખ્યું છે કે, “બિહાર એ દેશનો એક ભાગ છે. આ રાજ્ય સતત વિશેષ દરજ્જાની માંગ કરે છે. પરંતુ, અત્યાર સુધી નીતીશ કુમાર મુખ્યમંત્રી હતા, તે પછી પણ રાજ્ય પછાત રહ્યું. તેમાં કોઈ શંકા નથી કે બિહારને રસી અપાવવી જોઈએ પરંતુ શું બાકીના રાજ્યો પાકિસ્તાનમાં છે.
bihar elections / ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્ર…
