Not Set/ અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોંગ્રેસનો સત્યાગ્રહ, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતા થશે સામેલ

અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે,આ દરમિયાન કોંગ્રેસે આ અંગે યુવાનોનો સમર્થન કર્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસ આજે દિલ્હીમાં જંતર-મંતર ખાતે સત્યાગ્રહ કરશે

Top Stories India

અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.આ દરમિયાન કોંગ્રેસે આ અંગે યુવાનોનો સમર્થન કર્યો છે.  અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસ આજે દિલ્હીમાં જંતર-મંતર ખાતે સત્યાગ્રહ કરશે. આમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અનેક દિગ્ગજ નેતા સામેલ થશે. કોંગ્રેસના સાંસદો અને નેતાઓ સશસ્ત્ર દળોમાં ભરતી માટે રજૂ કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે એકતા દર્શાવવા માટે રવિવારે જંતર-મંતર ખાતે ‘સત્યાગ્રહ’ કરશે.

આ યોજના વિરુદ્ધ દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘણા શહેરો અને નગરોમાંથી હિંસાની ઘટનાઓ નોંધવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના સાંસદો, તેની કાર્યકારી સમિતિના સભ્યો અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ 19 જૂને સવારે 11 વાગ્યે જંતર-મંતર ખાતે શરૂ થનારા ‘સત્યાગ્રહ’માં ભાગ લેશે.

National / નુપુર શર્મા 6-7 મહિનામાં પરત આવશે, અને દિલ્હીના સીએમ પદની દાવેદાર પણ બની શકે છે : ઔવેસી 

કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ કહ્યું, “આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ‘અગ્નિપથ’ યોજનાએ આપણા દેશના યુવાનોને નારાજ કર્યા છે અને તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. તેમની સાથે ઉભા રહેવાની અમારી જવાબદારી છે.” દેશભરના નેતાઓ અગ્નિપથ યોજના વિરુદ્ધ સત્યાગ્રહમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચવાનું કહેવામાં આવ્યું છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ‘આઠ વર્ષથી ભાજપ સરકારે ‘જય જવાન, જય કિસાન’ના મૂલ્યોનું સતત અપમાન કર્યું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે વડાપ્રધાને બ્લેક એગ્રીકલ્ચર એક્ટ પાછો ખેંચવો પડશે. એ જ રીતે તેણે ‘માફીવીર’ બનીને દેશના યુવાનોની વાત માનવી પડશે અને ‘અગ્નિપથ’ને પાછી લેવી પડશે.

Protest / બિહારમાં ‘અગ્નિપથ’ પર બબાલ ચાલુ,રેલવેની 700 કરોડની સંપત્તિને નુકશાન

ઉલ્લેખનીય છે કે  પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી હતી. તેમણે શનિવારે કહ્યું હતું કે સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ગ્રામીણ યુવાનોની પીડાને સમજો. ત્રણ વર્ષથી કોઈ ભરતી થઈ નથી. યુવકના પગમાં છાલા હતા. તેઓ નિરાશ છે. યુવાનો એરફોર્સમાં ભરતી અને ભરતીના પરિણામોની રાહ જોઈ રહ્યા હતા. સરકારે તેમની કાયમી ભરતી છીનવી લીધી, રેન્ક, પેન્શન, ભરતી બંધ કરી દીધી – બધું. પ્રિયંકા ગાંધીએ સશસ્ત્ર દળોમાં ભરતીમાં વિલંબ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહને લખેલા પત્રની નકલ પણ શેર કરી હતી.