National/ નુપુર શર્મા 6-7 મહિનામાં પરત આવશે, અને દિલ્હીના સીએમ પદની દાવેદાર પણ બની શકે છે : ઔવેસી 

અરેબિયાના ઘણા ઇસ્લામિક દેશોએ પયગંબર મોહમ્મદ પર ટીપ્પણી વિરુદ્ધ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્મા અને નવીન જિંદાલના વિવાદાસ્પદ નિવેદનોનો વિરોધ કર્યો હતો. ભાજપના પ્રવક્તાના નિવેદન સામે અત્યાર સુધીમાં 12 દેશોએ વાંધો ઉઠાવ્યો છે.

Top Stories India

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલી નુપુર શર્માને લઈને નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે મને ખાતરી છે કે તે 6-7 મહિનામાં ફરી આવશે. તેણીને મોટા નેતા તરીકે રજૂ કરવામાં આવશે અને તે દિલ્હીના મુખ્યમંત્રી પદની દાવેદાર પણ બની શકે છે. આ સાથે ઓવૈસીએ ફરી એકવાર નુપુર શર્માની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યું કે નુપુર શર્મા વિરુદ્ધ ભારતના કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.

એક અઠવાડિયા પહેલા પણ ઓવૈસીએ નુપુર શર્મા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. આ પહેલા 6 જૂને ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે નુપુર શર્માને ભાજપમાંથી સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે. ઓવૈસીએ નૂપુર શર્માની ધરપકડની માંગ ઉઠાવી હતી.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે મોદી સરકારે 10 દિવસ પહેલા આના પર કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ પછી પીએમને અપીલ કરવા છતાં કંઈ થયું નહીં. હવે જ્યારે ખાડીના દેશોમાં આ મુદ્દો મોટો થયો ત્યારે ભાજપ એક્શનમાં આવ્યું અને કાર્યવાહી કરવામાં આવી. ઓવૈસીએ કહ્યું કે 10 દિવસ પછી ભાજપ અને મોદીને ખબર પડી કે તેમના પ્રવક્તાએ એવું કંઈક કર્યું છે જેનાથી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

પ્રોફેટ મુહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી

નુપુર શર્મા, જે બીજેપી નેતા હતી, તેણે ટીવી ડિબેટ દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઈને મુસ્લિમ દેશો તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી.સાઉદી અરેબિયા ઉપરાંત કતાર, પાકિસ્તાન, કુવૈત, ઈરાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દ્વારા પણ તેની નિંદા કરવામાં આવી હતી.

પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્માએ માફી પણ માંગી હતી. તેણીએ કહ્યું, હું મારા શબ્દો પાછા લઉં છું. તેણે કહ્યું કે મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો, જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.

Photos/ આસામમાં પૂરની સ્થિતિ વણસી, 32 જિલ્લામાં 31 લાખ લોકો પ્રભાવિત, 25ના મોત, 8 હજુ પણ લાપતા