Not Set/ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ આમને-સામને : 4 આતંકવાદી ઠાર

એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો સભ્ય અને પાકિસ્તાનનો રહેવાસી હતો. કુપવાડામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાની તરીકે થઈ છે.

Top Stories India
ક્રાઇમ

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા અને કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.  જે દરમિયાન સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓ ને ઠાર કર્યા હતા.

મળતી માહિતી મુજબ કુપવાડામાં બે અને કુલગામમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો સભ્ય અને પાકિસ્તાનનો રહેવાસી હતો. કુપવાડામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાની તરીકે થઈ છે. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. જ્યારે કાશ્મીરના આઈજીએ આપેલી માહિતીમાં કહ્યું કે, જ્યારે સુરક્ષા દળો ઓપરેશનના ભાગરૂપે ઠેકાણાઓને શોધી રહ્યાં હતાં ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટુકડી પર ગોળીબાર કર્યો હતો. જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીનો ખાતમો કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડાના લોલાબ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદી શૌકત અહેમદ શેખની પૂછપરછ કર્યા પછી  કુપવાડા પોલીસે સેના સાથે સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન જમ્મુની એક શાળાની શિક્ષિકા રજની બાલાની હત્યા કરનાર બે આતંકવાદીઓને ઠાર કરવામાં હતા.

આ પણ વાંચો : તોફાનો કરનારની ભરતી નહીં થાય, ‘અગ્નિપથ’ માટે એફિડેવિટ આપવું પડશે : સંરક્ષણ મંત્રાલય