Ahmedabad News : અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ પાસે ગંભીર અકસ્માત (Accident)માં 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું છે. પ્રેરણા નિનામા નામની યુવતી કોલેજમાં જતી હતી ત્યારે ક્રેને તેને ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવતી નીચે પટકાઈ હતી અને ક્રેનનું પૈડું તેના પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. સમગ્ર અકસ્માત CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે.
Silver Oak College પાસે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રેરણા નિનામા સિલ્વર ઓક કોલેજ (Silver Oak College)માં BScના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. યુવતી કોલેજથી બહાર નીકળીને જઈ રહી હતી ત્યારે કોલેજથી આશરે 200 મીટર દૂર આ અકસ્માત સર્જાયો હતો. અચાનક આવેલી ક્રેનની ટક્કરથી યુવતી રસ્તા પર પટકાઈ હતી.
ક્રેનનું પૈડું યુવતી પરથી ફરી વળ્યું
ટક્કર બાદ યુવતી નીચે પડી હતી. આ દરમિયાન ક્રેનનું પૈડું યુવતી પરથી ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત (Accident)એટલો ગંભીર હતો કે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માત બાદ ક્રેન ચાલક ફરાર
અકસ્માત (Accident)બાદ ક્રેન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
સમગ્ર અકસ્માત CCTVમાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અને ક્રેનની ઓળખ અંગે તપાસ કરવામાં આવી રહી છે. યુવતીના મોતથી પરિવાર અને કોલેજમાં પણ શોકનો માહોલ છવાયો છે.
આ બનાવે કોલેજ આસપાસ ભારે વાહનોની અવરજવર અને વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ સવાલો ઊભા કર્યા છે.
