Gandhinagar News/ ગાંધીનગરમાં મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2માં લાઇટો ગુલ

Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ રહી હતી. ટેકનિકલ સ્ટાફે ભારે મહેનત પછી વીજ પુરવઠો પૂર્વવત્ કર્યો હતો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગરમાં મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-ટુ (Swarnim Sankul-2)માં લાઇટો ગુલ (Electricity off) થઈ હતી અને અડધા કલાક પછી વીજ પુરવઠો પૂર્વવત્ થયો હતો. લાઇટ ગુમ થવાના કારણે હોબાળો મચી ગયો હતો. ટેકનિકલ સ્ટાફ તરત જ એક્ટિવેટ થઈ ગયો હતો. તેણે દોડધામ મચાવી દીધી હતી. યુજીવીસીએલ (UGVCL) તરત જ ફોલ્ટ શોધવામાં અને વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં લાગી ગયું છે. એક વખત આમ થયા પછી તેના પાછળના કારણોની તપાસ પણ શરૂ થશે.

Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ
Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ

સ્વર્ણિમ સંકુલ-2 (Swarnim Sankul-2)માં મંત્રીઓ હતા ગેરહાજર

સદનસીબે શુક્રવાર હોવાના કારણે સ્વર્ણિમ સંકુલ-ટુ (Swarnim Sankul-2)માં મંત્રીઓ હાજર રહ્યા ન હતા. તેના કારણે મંત્રીઓના કામકાજ પર કોઈ અસર પહોંચી ન હતી. વહીવટી પ્રક્રિયા પણ ખાસ પ્રભાવિત થઈ ન હતી, પરંતુ સ્વર્ણિમ સંકુલ-2 જેવા ક્ષેત્રમાં લાઇટ ગુલ થવાના કારણે આખા રાજ્યમાં 24 કલાક અવિરત વીજ પુરવઠાના જે દાવા કરવામાં આવે છે તેની સામે પણ મોટો સવાલ સર્જાયો હતો. તેમા પણ વીજ પુરવઠામાં ફોલ્ટ આવ્યા પછી ટોચના પ્રધાનો બેસે છે તે જગ્યાએ વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આટલો સમય લાગતો હોય તો પછી વીજ પુરવઠાને લઈને જે દાવા કરવામાં આવે છે તે કેટલા અંશે સાચા હોય તે સવાલ ઉઠે છે.

Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ
Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ

સ્વર્ણિમ સંકુલ-ટુ  (Swarnim Sankul-2)માં બત્તી ગુલ તો અંતરિયાળ વિસ્તારોની શું હશે સ્થિતિ

રાજ્યમાં વીજ પુરવઠો 24 કલાક હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે સ્વર્ણિમ સંકુલ-2માં અડધો કલાકે વીજ પુરવઠો યથાવત કરી શકાય તે સૂચવે છે કે ક્યાંકને ક્યાંક તો ચૂક ચોક્કસ થાય છે. આજે પણ રાજ્યના કેટલાય અંતરિયાળ વિસ્તારોમાં જબરદસ્ત ગરમી અને ભારે વરસાદની સ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાય તો તેને પૂર્વવત્ થવામાં નોંધપાત્ર સમય લાગે છે. આ સમયે લોકોએ ગરમી હોય તો ગરમી અને બાફના લીધે અસહ્ય ઉકળાટ હોય તે સંજોગોમાં ભારે હેરાન થવું પડે છે.

Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ
Swarnim Sankul-2માં અડધો કલાક સુધી લાઇટ ગુલ

ઔદ્યોગિક એકમો હંમેશા વીજકાપનો પહેલો ભોગ બને છે

જ્યારે પણ વીજકાપ આવે ત્યારે સૌથી પહેલાં તે ઔદ્યોગિક એકમો પર જ આવે છે. સૌથી વધુ રળી આપતા અને સૌથી વધુ ટેક્સ આપતા ઉદ્યોગો સૌથી વધુ હેરાન પણ થાય છે. તાજેતરમાં જ ખાડીયુદ્ધના લીધે વીજ પુરવઠા પર કાપ આવ્યો, કેટલાય ઉદ્યોગોને મળતું બળતણ બંધ થઈ ગયુ. દરેક સ્થિતિમાં ઉદ્યોગો સૌથી પહેલા ભોગ બને છે અને સરકાર પણ હંમેશા રહીશોને જ પ્રાધાન્ય આપતા ઉદ્યોગોને ખમી લેવાનું કહે છે, કારણ કે ઉદ્યોગો રોજગારી આપે છે પરંતુ વોટ લોકો આપે છે. આ બધાની વચ્ચે સ્વર્ણિમ સંકુલ-2માં બત્તીગુલનો બનાવ તંત્રના દિમાગમાં બત્તી કરે તો સારી વાત છે, નહીં તો લોકોની બત્તી તો આમ પણ ગુલ થાય છે.


આ પણ વાંચો: કરો વાત !! વિકસિત ગુજરાતનાં આ ગામમાં ચાર-ચાર દિવસથી છે “બત્તી ગુલ્લ”

આ પણ વાંચો: પેટા ચૂંટણી પુણે/ પોલિંગ બૂથ પર બત્તી ગુલ, મીણબત્તીના સહારે થઈ રહ્યું છે વોટિંગ

આ પણ વાંચો: ભરૂચમાં મતદાન વખતે જ બત્તી ગુલ, મીણબત્તીના સહારે થયું મતદાન