કોરોનાનો ભયાનક સ્વરૂપ આજે પણ સૌ જોઇ રહ્યા છીએ. આ કોરોનાની નવી લહેર એટલી ખતરનાક છે કે લોકો ઝડપથી તેની ઝપટમાં આવી રહ્યા છે. ત્યારે વેક્સિન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ આ કોરોનાનો તોડ હોય તેવુ લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, આજે પણ દેશમાં કોરોનાનાં કેસ 1 લાખને પાર નોંધાયા છે, દરમિયાન ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આજે કોવાક્સિનનો બીજો ડોઝ લીધો છે.
મોટા સમાચાર / કોરોનાનાં વધતા કેસનાં કારણે હવે મધ્યપ્રદેશમાં પણ વીકેન્ડ લોકડાઉન
એઈમ્સમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને ઇન્ડિયન બાયોટેક-વિકસિત રસી કોવાક્સિન જ લગાવવામાં આવે છે. આ જ કારણ છે કે, વડાપ્રધાન મોદી અને લાલકૃષ્ણ અડવાણીને પણ કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ 1 માર્ચે જ્યારે 9 માર્ચનાં રોજ અડવાણીએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે જ્યાં બુધવારે 1 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, ત્યારે આજે પણ દેશમાં 1 લાખ 26 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
Delhi: Senior BJP leader LK Advani took his second dose of COVAXIN today.
He took his first dose on March 9. pic.twitter.com/NWriHOHuu4
— ANI (@ANI) April 8, 2021
મોટા સમાચાર / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત
ભાજપનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 93 વર્ષનાં થઇ ગયા છે. તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં સહયોગથી ભાજપની સ્થાપના કરી હતી. વાજપેયીએ 16 ઓગસ્ટ, 2018 નાં રોજ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…