મોટા સમાચાર / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત

  • રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત
  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ
  • ડે.સીએમ નીતિન પટેલ પહોંચ્યા યુ.એન.મહેતા હોસ્પિટલમાં

દેશ અને દુનિયામાં કોરોનાએ હવે રોકેટ ગતિ પકડી લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોનાએ તેનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. આજે નેતા-અભિનેતા કોઇ કોરોનાથી દૂર રહી શક્યા નથી. ત્યારે હવે રાજ્યનાં વધુ એક મંત્રી કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

મોટા સમાચાર: શું ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં છે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય?

ગુજરાતમાં કોરોનાની ગતિ રોજ વધી રહી છે. ત્યારે કોઇ આ વાયરસની ઝપટમાંથી દૂર રહી શક્યા નથી. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હવો કોરોના સંક્રમિત થયા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના થતા તેમને તાત્કાલિક યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. તેમની ખબર પુછવા માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા છે. આપને જણાવી દઇએ કે, રાજ્ય સરકારનાં દિગ્ગજ મંત્રીને કોરોના થયો હોવાનુ સામે આવતા હવે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

પ્રવેશ નિષેધ / ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યનાં વધુ એક ભાજપનાં નેતા કોરોના સંક્રમિત થયા છે. ભાજપ નેતા આઈ.કે.જાડેજા કોરોના સંક્રમિત થયા છે. જે બાદ તેમને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

રાજકારણ / પેટ્રોલ-ડીઝલનાં ભાવ પર રાહુલનો PM પર કટાક્ષ, કહ્યુ- ‘ખર્ચા પર પણ થવી જોઇએ ચર્ચા’

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારનાં રોજ 3,575 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,28,453 પહોંચ્યો છે. જે હવે ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં બુધવારે 22 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આ દરમિયાન ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2,217 થઇ ગઇ છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,05,149 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18,684 છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery