મોટા સમાચાર / શું ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં છે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય?

ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. આજે બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં 37,507 રેમડેસિવિર ઇન્જેક્શન્સ બજારમાં મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો પુરવઠો મળી ગયો છે. એટલે હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર ઇન્જેક્શન્સની તંગી ન પડે એવું આયોજન કરાયું છે.

Covid-19 / દેશમાં નવા કેસનો આંકડો એકવાર ફરી 1 લાખ પાર

ગુજરાતનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર  ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત મુજબનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે આજે સમગ્ર ગુજરાત માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય મળી રહ્યો છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં 18,000 થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706, વડોદરામાં 4,151 અને રાજકોટનાં બજારોમાં 3,878 રેમડેસિવિર ઇન્જેક્શન્સ પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે.

વેક્સિનેશન / દિલ્હી એમ્સ ખાતે PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો,ટ્વીટ કરી આપી જાણકારી

રેમડેસિવિર ઇન્જેક્શન્સની ક્યાંય અછત ન વર્તાય તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહી છે. આરોગ્ય વિભાગને આજે વધુ 35,000 ઇન્જેક્શન્સનો જથ્થો મળ્યો છે, જે જરૂરિયાત મુજબ જે તે જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની કોઈ તંગી ન વર્તાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે એમ શ્રી ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ

Reporter Name: @માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

More Stories


Loading ...

Top Stories


Photo Gallery