ઈન્ટરનેટ બાદ AI ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઘણી એપ્સ અને સોફ્ટેવેરના માધ્યમથી લોકો ફોટો થી લઈ કન્ટેન્ટ સુધી બધું જ એઆઈ ટેકનિકથી તૈયાર થઈ જાય છે. પરંતુ ઘણી વખત ચોંકાવનારી વિગતો પણ ઈન્ટરનેટ પરથી મળે છે. આવું જ ગૂગલમાં થયું છે.
એક યુઝરે કિડનીમાં પથરી થવા પર શું કરવું જોઈએ તેવો સવાલ પૂછતાં ગૂગલે હેરાન કરી દેતો જવાબ આપ્યો છે. જેમાં લખ્યું છે કે ખૂબ જ તળેલી વસ્તુઓ ખાઓ. જેમકે, પાણી, આદુનું પાણી, લીંબુ સોડા, ફ્રૂટ જ્યુસ વેગેરે પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત, દિવસભર 2 લિટર પેશાબ પીવાનું લક્ષ્ય રાખવું. ગૂગલ પર આ પ્રકારની જાણકારી જોઈને યુઝર્સે આ માહિતી સોશિયલ મીડિયામાં સેર કરી છે. જોકે, આ ચિંતા વધારી દેતી વસ્તુ છે.
ટેક જીનિયસ માઈક કિંગે કહ્યું કે, પૂરા સન્માન સાથે કહીશ કે આ એક સારી પ્રોડક્ટ નથી. અમે લગભગ અડધી સદી સુધી કોમ્પ્યુટર અને ડેટા પર સંશોધન કર્યું છે. હવે અમે એઆઈના હવાલે કરીએ છીએ. આ પહેલા ગૂગલના જેમિની પર સવાલો ઉઠ્યા હતા.
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેન આ રૂટ પર દોડશે, મુસાફરી કરવા તૈયાર થઈ જાઓ
આ પણ વાંચો:UPIએ વ્યવહારો સરળ બનાવ્યા, પરંતુ સરળ ચુકવણીને કારણે ખર્ચમાં પણ થયો વધારો…
આ પણ વાંચો:શેરબજારમાં સપ્તાહની સારી શરૂઆત, બજારમાં જોવા મળી તેજી