નવી દિલ્લી,
સુપ્રીમ કોર્ટે જજનાં રૂપમાં નિયુક્તિ સબંધિત વોરંટ પર રોક લગાવવા પર મનાઈ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર જો ભલામણ પછી મોક્જાલતી હોય તો તે તેના અધિકાર ક્ષેત્રના અંદર હોય છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને ચંદ્રચુડની બેન્ચે વકીલ ઇન્દિરા જયસિંહની અરજીને “અકલ્પનીય” બતાવીને જણાવ્યું છે કે, આવું પહેલા ક્યારેય સાંભળવામાં નથી આવ્યું.
સીનિયર વકીલ ઇન્દિરા જયસિંહે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, કોલેજીયમની ભલામણ છતાં કેન્દ્ર સરકારે કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટને જજ તરીકે નિયુક્ત કરવાની મનાઈ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ઇન્દુ મલ્હોત્રાને જજ તરીકે નિયુક્ત કરતા કોલેજીયમને જસ્ટિસ જોસેફના નામ પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે.
વકીલ ઇન્દિરા જયસિંહે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 100 થી વધારે વકીલોએ કેન્દ્ર સરકારના નિર્ણયની આલોચના કરી છે. જયસિંહે જણાવ્યું છે કે,
અમને આ વાતની જાણ છે કે કેન્દ્ર સરકારે જસ્ટિસ કેએમ જોસેફનાં નામને મહત્વતા શા માટે નથી આપી. આવું એ માટે થયું છે કારણ કે જોસેફે કેન્દ્ર સરકારના ઉત્તરાખંડના રાષ્ટ્રપતિ શાસનનાં પ્રસ્તાવને ફગાવી દીધો હતો.”
આપને જણાવી દઈએ કે, 2016 માં કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું, જેને ઉત્તરાખંડ હાઈકોર્ટ ચીફ જસ્ટિસ કેએમ જોસેફે ફગાવી દીધું હતું. ત્યાર બાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર ફરી પુનર્સ્થાપિત થઇ ગઈ હતી.
રાજકીય યુદ્ધ આ મુદ્દા પર પણ છે. કોંગ્રેસ સાથે, વામ દળોએ ગુરુવારે ન્યાયતંત્રમાં દખલગીરી જાહેર કરી અને કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો હતો. કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જોસેફને સુપ્રીમ કોર્ટ નહીં મોકલવામાટે કોગ્રેસ પર હુમલો સાધ્યો હતો.
બીજી બાજુ, કેન્દ્ર સરકારે કૉંગ્રેસના આક્ષેપોને ફાગવ દીધા અને તેને ઉલટાવી દીધા હતા. કેન્દ્રએ ન્યાયમૂર્તિ જોસેફનું નામ બાકી રાખવામાં આવ્યું હોવાના મુદ્દે દલીલ પણ આપી હતી. કોલેજીયમે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ માટે ન્યાયમૂર્તિ જોસેફની નિમણૂકને અગ્રીમતા આપી હતી અને બીજા સ્થાને મલ્હોત્રાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે ઈન્દુ મલ્હોત્રાના નામને મંજૂરી આપી, પરંતુ ન્યાયમૂર્તિ જોસેફનું નામ બાકી રાખ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે કોલેજીયમને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ જોસેફને પસંદગી આપવાના નિર્ણયને પુન: વિચારવા જરવો જોઈએ. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર પાસે પુનર્વિચારણા માટે ન્યાયમૂર્તિઓની નામો મોકલવાની સત્તા છે અને કોર્ટ તેને ધ્યાનમાં લેશે.
સિબ્બલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે. તેમણે જણાવ્યું હતું કે,
સરકાર ઉચ્ચ ન્યાયાલયમાં તેના લોકોને સમાવવા માંગે છે. સરકાર ન્યાયમૂર્તિ કેએમ જોસેફ પર કોલિઝિયમની ભલામણને પસાર કરવા અંતહી માંગતી. જોસેફ સૌથી સફળ ન્યાયમૂર્તિઓ પૈકીના એક છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમની નિમણૂકને અટકાવી રહી છે. કેન્દ્ર સરકાર એવું માને છે કે ન્યાયમૂર્તિ જોસેફ યોગ્ય નથી.’
સાથે સાથે, સિબ્બલે કહ્યું કે ન્યાયમૂર્તિ જોસેફ એનડીએ સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનની નિયુક્તિના નિર્ણયને પાછો ખેંચી લીધા હતા. જોકે સિબ્બલે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇન્દુ મલ્હોત્રાને ન્યાયાધીશ બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા.