કોરોના મહામારીની અસર રોજગાર ધંધા સાથે સાથે મંદિરોની દાન પેટી પર પણ પડી છે. કોરોના મહામારીમાં ત્રણ મહિનાથી વધુ મંદિરો બંધ રહ્યાં હતા. તેમજ તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે પણ મંદિરો બંધ રાખવામાં આવ્યાં હતા. ત્યારે તેની સીધી અસર મંદિરની આવક પર થઈ છે.
- મહામારીમાં આસ્થા વઘી, આવક ઘટી
- ત્રણ મહિનાથી વઘુ મંદિરો રહ્યાં બંધ
- મંદિરો બંધ રહેવાથી દાન પેટીમાં પર અસર
- દ્વારકા મંદિરમાં એક વર્ષમાં 5 કરોડની આવક ઘટી
કોરોના મહામારીના કારણે લોકોની ભગવાન પ્રત્યે આસ્થા વધી છે. પરતુ મંદિરોની આવકમાં 40 થી 50 ટકાનો ઘટાડો થયો છે. મહામારીના કારણે મંદિરો બંધ હોવાથી દાન પેટી પર તેની સીધી અસર જોવા મળી છે. દ્વારકા જગત મંદિરની આવકમાં કોરોના મહામારીના કારણે ચાલીસ ટકાનો ઘટાડો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 10 કરોડની આવક અપેક્ષિત હતી, તેની સામે 6.35 કરોડની વાર્ષિક આવક થઈ છે.
કોરોનાકાળમાં મંદિર બંધ હોવાથી ભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ ભોગમાં રકમ લખાવી હતી. જેથી આવકમાં ઘટાડો થયો હતો. કોરોનાકાળમાં મંદિર ત્રણ મહિના જેટલા લાંબા સમય બંધ રહ્યું હતું. જે પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અમુક તહેવારોમાં મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા જેના કારણે આવકમાં ગાબડું પડ્યું છે. મંદિરની આવક હજુ પણ વધુ ઘટી શકત પરંતુ ઓનલાઈન ભોગ લખાવવાના કારણે આટલી આવક થઈ છે.
કોરોના મહામારીને દરેકને ઝપેટામાં લઈ લીધા છે. ત્યારે મંદિરોની દાનપેટી પર પણ તેની અસર જોવા મળી. મંદિરોની આવકમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થતા મંદિરના ટ્રસ્ટિઓ પણ ચીંતામાં જોવો મળ્યાં.