મોટા સમાચાર / કોરોનાનાં વધતા કેસનાં કારણે હવે મધ્યપ્રદેશમાં પણ વીકેન્ડ લોકડાઉન

શુક્રવારે સવારે 6 થી સાંજનાં 6 વાગ્યા સુધી મધ્યપ્રદેશનાં તમામ શહેરોમાં લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાનાં વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યનાં શહેરી વિસ્તારોમાં જ લાગુ થશે.

મોટા સમાચાર / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે 6 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન રહેશે. આ સિવાય ભવિષ્યમાં કેટલીક વધુ કડક કાર્યવાહીનો અમલ પણ થઈ શકે છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ અન્ય શહેરોની સરખામણીમાં કેસોની ગતિ વધારે છે તેવા શહેરો અંગે નિર્ણય લેવામાં આવશે. બુધવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોવિડ-19 કેસમાં ઝડપી વધારાને કારણે 8 એપ્રિલથી રાજ્યનાં તમામ શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની ઘોષણા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યની તમામ સરકારી કચેરીઓ આગામી ત્રણ મહિનામાં અઠવાડિયાનાં માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) કાર્યરત રહેશે. શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે, ‘કોવિડ-19 નાં વધતા જતા સંક્રમણને રોકવા માટે આજે મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયાનાં 5 દિવસ (સોમવારથી શુક્રવાર), આગામી 3 મહિના માટે સવારે 10 થી સાંજનાં 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તે શનિવાર-રવિવારે બંધ રહેશે.

રાજકારણ / પેટ્રોલ-ડીઝલનાં ભાવ પર રાહુલનો PM પર કટાક્ષ, કહ્યુ- ‘ખર્ચા પર પણ થવી જોઇએ ચર્ચા’

મધ્યપ્રદેશમાં બુધવારે કોરોના વાયરસનાં સંક્રમણનાં 4,043 નવા કેસ નોંધાયા છે અને તેની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસથી સંક્રમિત મળી આવેલા કુલ લોકોની સંખ્યા 3,18,014 પર પહોંચી છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ રોગચાળાને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 4,086 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 નાં 866 નવા કેસ બુધવારે ઈન્દોરમાં આવ્યા હતા, જ્યારે ભોપાલમાં 618 નવા કેસ નોંધાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery