Gujarat Weather News: ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ અમદાવાદ શહેરમાં (Ahmedabad City) હળવા ઝાપટા પડવાની શક્યતા છે. લો-પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થવાથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ભેજવાળા પવન ખેંચાઈને આવ્યા છે. અરબ સાગરમાં (Arab Sea) સર્જાયેલી પેટર્નના કારણે વરસાદી ઝાપટું પડવાની હવામાન વિભાગે (IMD) સંભાવના વ્યક્ત કરી છે. આજે કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
![]()
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી કેટલાક દિવસ સુધી હજી વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. હાલ આ સિસ્ટમ કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠા પાસે છે, જે બાદ તે હવે આગળ વધવાનું શરૂ કરશે. જેથી ગુજરાતમાં પણ હજી વરસાદનું જોર વધવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ છુટોછવાયો વરસાદ રહેશે. 16 ઓક્ટોબર સુધી ભેજવાળું વાતાવરણ રહેશે. આજે સૌરાષ્ટ ઝોન, નર્મદા, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, માહે, તમિલનાડુના વિવિધ જિલ્લાઓ, આંધ્રપ્રદેશનો તટ વિસ્તાર, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં 12 થી 16 તારીખ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય દિલ્હી-NCRમાં 12 થી 18 ઓક્ટોબર સુધી આકાશ સ્વચ્છ રહેશે. અહીં સવાર-સાંજ ધીમે ધીમે ઠંડી વધશે. NCRમાં, આગામી એક સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

આ પણ વાંચો:દશેરા પર વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આ પણ વાંચો:આગામી 3 દિવસ છુટોછવાયો વરસાદ પડશે, છેલ્લું નોરતું પાણીમાં જશે
આ પણ વાંચો:વરસાદ છેલ્લા બે નોરતામાં ખાબકે તો નવાઈ નહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ચાર દિવસની આગાહી
