Gujarat Weather News: ગુજરાતમાં આગામી 3 દિવસ છુટોછવાયો વરસાદ (Scattered Rain) પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગમાં ઝાપટું પડી શકે છે. આજે વહેલી સવારે ગાંધીનગર, અમદાવાદમાં ઝાકળ પડ્યું હતું તેવો અહેસાસ થયો હતો. અરબ સાગરમાં (Arab Sea) સર્જાયેલી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુરૂવારે 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનીને આવ્યો હતો. ગરબા રમતા જ ખેલૈયાઓની ગરબા રમવાની મઝા બગડી ગઈ હતી. અંબાલાલ પટેલે દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલ્ટો આવશે તેવી આગાહી કરી છે.
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હોડીબંગલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. સુરત શહેરના મેયર પાણીમાં ઉભા રહી રાહદારીઓની મદદ કરી હચી, પાણીનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપતા અધિકારીઓ દોડતા થયા હતા. 2 ફૂટ જેટલા ભરાયેલા પાણીમાં રોડ ઉપર ઉભા રહી મેયરે રાહદારીઓની મદદ કરી હતી.
આજે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત આહવા, ડાંગ, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં અનેક સ્થાનો પર સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ખૈલેયાઓની નવરાત્રિના છેલ્લા દિવસોમાં આખી રાત ગરબે ઘૂમવાની મજા બગાડી શકે છે.
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી , ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ
આ પણ વાંચો:પૃથ્વીનું પ્રલય તરફ પ્રયાણ, આબોહવા પરિવર્તનનું સંકટ, વાવાઝોડાં, પૂર અને મૂશળધાર વરસાદનું જોખમ