Cricket/ ક્રિકેટનાં મેદાનમાં શોએબ અખ્તર અને સનથ જયસુર્યા થશે Return, ભારત વિરુદ્ધ રમશે મેચ

નિવૃત્ત ખેલાડીઓ માટે લિજેન્ડ્સ ક્રિકેટમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. આમાં ઘણા મોટા નામ સામેલ થયા છે. એશિયા લાયન્સ ટીમમાં શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી અને સનથ જયસૂર્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Sports
અખ્તર અને જયસુર્યા

નિવૃત્ત ખેલાડીઓ માટે લિજેન્ડ્સ ક્રિકેટમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. આમાં ઘણા મોટા નામ સામેલ થયા છે. એશિયા લાયન્સ ટીમમાં શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી અને સનથ જયસૂર્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સિવાય અન્ય ઘણા ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાં રમશે.

શોએબ અખ્તર

આ પણ વાંચો – ENG vs WI / વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

ANI અનુસાર, લિજેન્ડ્સ ક્રિકેટ લીગનાં CEOએ કહ્યું કે, એશિયાની અમારી ટીમનું નામ એશિયા લાયન્સ રાખવામાં આવ્યું છે. જેમાં મોટા નામ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શોએબની બોલિંગ અને જયસૂર્યાનાં કટ શોટને જોવા માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે. સિંહો ફરી એકવાર મેદાનમાં ગર્જના કરવા તૈયાર છે. એક એવુ સ્થળ જ્યાંથી તેઓનો ખાસ સંબંધ છે. ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમો ભાગ લેશે અને મેચ ઓમાનમાં યોજાશે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે જાન્યુઆરીથી ઓમાનનાં અલ અમેરાત સ્ટેડિયમમાં રમાશે. અન્ય બે ટીમોમાં, એક ભારતની ટીમ છે અને બીજી ટીમ રેસ્ટ ઓફ ધ વર્લ્ડની છે. લીગનાં કમિશનર રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આ એક ઉચ્ચ ગુણવત્તાવાળી અને આકર્ષક ઓફર છે. એશિયાનાં સિંહો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અફઘાનિસ્તાનથી એકત્ર થશે. એક ટીમમાં આવવાથી, તેઓ ચોક્કસપણે અન્ય ટીમોને દોડાવશે. હું તમને કહેવા માંગુ છું કે તેઓ ચેમ્પિયન છે, આફ્રિદી, મુરલી, ચામિંડા, શોએબ મલિક વગેરે એક ટીમમાં રમશે તો દર્શકો પણ ઘણા ખુશ થઇ જશે.

શનથ જયસુર્યા

આ પણ વાંચો – U19 Asia Cup / ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆત, UAE ની ટીમને 154 રનનાં વિશાળ અંતરથી હરાવ્યું

શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી, સનથ જયસૂર્યા, મુથૈયા મુરલીધરન, ચામિંડા વાસ, રોમેશ કાલુવિથરાના, દિલશાન, અઝહર મહમૂદ, ઉપુલ થરંગા, મિસ્બાહ-ઉલ-હક, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, મોહમ્મદ યુસુફ, ઉમર ગુલ, યુનિસ ખાન, અસગર અફઘાની વગેરે એશિયા લાયન્સ તરફથી રમ્યા છે.