રેકોર્ડ/ શ્રેયસ અય્યરે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો,જાણો વિગત

તિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ શ્રેણીમાં શ્રીલંકાના બોલરો ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને આઉટ કરી શક્યા ન હતા

Top Stories Sports

ભારતે રવિવારે ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ શ્રેણીમાં શ્રીલંકાના બોલરો ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને આઉટ કરી શક્યા ન હતા. ત્રીજી મેચમાં શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવી ભારતને જીત અપાવી હતી. આ સાથે શ્રેયસ અય્યરે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. અય્યર ભારત માટે ત્રણ મેચની T20 શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિરીઝમાં ત્રણ ઇનિંગ્સમાં કુલ 204 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ 2016માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 199 રન બનાવ્યા હતા. આ પહેલા કોહલીએ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 183 રન બનાવ્યા હતા.શ્રેયસ અય્યરે પ્રથમ મેચમાં 28 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેણે 44 બોલમાં અણનમ 74 રન બનાવ્યા, જે સિરીઝમાં તેનો સર્વોચ્ચ સ્કોર પણ હતો. ત્રીજી મેચમાં અય્યરે 45 બોલમાં અણનમ 73 રનની ઇનિંગ રમી હતી.

ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા અને ભારતે રવિવારે ત્રીજી અને અંતિમ T20Iમાં શ્રીલંકાને 19 બોલ બાકી રાખીને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી. અને અફઘાનિસ્તાનના 12થી જીતવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી