જો બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો તેમાં સોનુ સૂદનું નામ ચોક્કસપણે સામેલ થશે. કોરોના કાળમાં લોકો માટે મસીહા બનીને ઉભરેલા સોનુએ ફરી એકવાર દિલ જીતી લેતું કામ કર્યું છે. તાજેતરમાં સોનુ સૂદે તેમના સંભવમ IAS કોચિંગ સેન્ટરની જાહેરાત કરી છે, જેમાં વિદ્યાર્થીઓને મફત ઓનલાઈન વર્ગો આપવામાં આવશે.
નોંધનીય છે કે સોનુ સૂદ વર્ષ 2020 કોરોના સમયગાળાથી સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે દેશના તે બાળકો માટે IAS કોચિંગ સેન્ટર શરૂ કર્યું છે, જેઓ આર્થિક તંગીના કારણે તેમના સપના સાકાર કરવામાં અસમર્થ છે.
चलो मिलकर एक नया भारत बनाते हैं l
Launching ‘Sambhavam 2022-23’. FREE online coaching for IAS exams.
Details on https://t.co/juJL7Wk4oo@diyanewdelhi@soodfoundation🇮🇳 pic.twitter.com/3srQPiYB7i— sonu sood (@SonuSood) September 11, 2022
તાજેતરમાં જ સોનુ સૂદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સંભવમ આઈએએસ ઈન્સ્ટિટ્યૂટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કોચિંગ સેન્ટરનું પોસ્ટર શેર કરતા સોનુએ લખ્યું છે કે- ચાલો સાથે મળીને નવું ભારત બનાવીએ. વર્ષ 2022-23 સત્ર માટે IAS પરીક્ષા માટે મફત ઓનલાઈન સંભવમ કોચિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે.
https://www.instagram.com/p/CiWmtsDLqAR/?utm_source=ig_web_copy_link
સોનુ સૂદના આ નવા પગલાને લઈને સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. જેની નીચે એક યુઝરે લખ્યું છે કે સોનુ સૂદ તને સલામ, તેં સાબિત કરી દીધું કે તું ખરેખર રિયલ હીરો છે. અન્ય એક યુઝરે પણ સોનુ સૂદના કામના વખાણ કર્યા છે અને કહ્યું છે કે વન મેન આર્મી કન્ટ્રી માટે પ્રથમ આવનાર સોનુ તેં એક નવો દાખલો બેસાડ્યો છે.
