ચંદીગઢ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીઓનો વીડિયો વાયરલ થયા બાદ દેશમાં હંગામો મચી ગયો છે. દરેક વ્યક્તિ છોકરીઓ માટે ન્યાયની માંગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ટ્વિટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનુ સૂદે પણ લોકોને અપીલ કરી છે કે તેઓ છોકરીઓના વીડિયો વાયરલ ન કરે.
સોનૂ સૂદે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા લખ્યું કે – ચંદીગઢ યુનિવર્સિટીમાં જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની સાથે ઊભા રહીએ અને એક જવાબદાર સમાજનું ઉદાહરણ રજૂ કરીએ. આ અમારા માટે કસોટીનો સમય છે, માત્ર પીડિતો માટે જ નહીં. પરંતુ આપણા બધા માટે. જવાબદાર બનો.

નોંધનીય છે કે ગઈકાલે રાત્રે ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વાંધાજનક વીડિયોનો મામલો વાયરલ થયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ મોડી રાત્રે દેખાવો કર્યા હતા. આ કેસમાં પોલીસે એક છોકરીની ધરપકડ કરી છે અને શિમલાના એક છોકરાની શોધ ચાલી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ કેટલીક યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે. યુનિવર્સિટીમાં ગઈકાલે રાત્રે પણ હોબાળો થયો હતો.
આ પણ વાંચો:તાઈવાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપના આંચકા, ટ્રેનના ડબ્બા પલટી ગયા, મકાનો પણ તબાહ
આ પણ વાંચો:સાયલા નજીક CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ, બે લોકોના મોત
આ પણ વાંચો:મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત
