Not Set/ મંતવ્ય ન્યૂઝ પર દેવ પગલી સાથે ખાસ વાતચીત,  સો. મીડિયા પર ચાંદ વાલા મુખડાએ મચાવી ધૂમ  

ચાંદ વાલા મુખડા લેકે ચલોના બજાર મે સોંગ ગુજરાતી લોક ગાયક કલાકાર દેવ પગલીએ ગાયું છે. અને આજકાલ તેમનું નામ પણ ખૂબ ચર્ચા નો વિષય બન્યો છે.

Mantavya Exclusive
દેવ પગલી

હાલ સોશિયલ મીડિયા પર તમે એક સોંગ સાંભળ્યું જ હશે ચાંદ વાલા મુખડા લેકે ચલોના બજાર મે આ સોંગ આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. નાના થી લઈને મોટા સૌ કોઈ આ સોંગ પર રિલ્સ બનાવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ સોંગ કોણે ગાયું છે? જો ના તો આજે અમે તમને આ સોંગ જેને ગાયું છે તેના વિશે જણાવી શું.. તો ચાલો જાણીએ કે કોણ છે દેવ પગલી કે જેને આ સોંગના ગાયક..

આ પણ વાંચો :DPSમાં ધો.1ના બે બાળકો કોરોના સંક્રમિત, સ્કૂલ કરાઇ બંધ

ચાંદ વાલા મુખડા લેકે ચલોના બજાર મે સોંગ ગુજરાતી લોક ગાયક કલાકાર દેવ પગલી એ ગાયું છે. અને આજકાલ તેમનું નામ પણ ખૂબ ચર્ચા નો વિષય બન્યો છે. ત્યારે આવામાં આજે દેવ પગલી સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે.

જુઓ મંતવ્ય ન્યૂઝ પર દેવ પગલી સાથેની ખાસ વાતચીત 

દેવ પગલીએ રીલ્સની રેસમાં સિંગર બાદશાહને પણ પાછળ રાખી દીધા છે. બાદશાહના સોંગ ‘બચપન કા પ્યાર’ની ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 લાખ 85 હજાર જ રીલ્સ બની છે, તો બીજા સોંગ ‘જુગનૂ’ની 5 લાખ 36 હજાર રીલ્સ બની છે. આમ, બાદશાહનાં બન્ને સોંગની રીલ્સનો આંકડો ભેગો કરીએ તોપણ ગુજરાતી સિંગર્સ સામેની રેસમાં ઘણા પાછળ રહી જાય છે.

દેવ પગલીને કોરોનાકાળ ફળ્યો છે એવું કહીશું તો કોઈ અતિશયોક્તિ નહિ ગણાય, કેમ કે લોકડાઉનમાં ઘરે બેસવાનું થયું ત્યારે જ દેવ પગલીએ આ સોંગ લખ્યું હતું.

આ પણ વાંચો :સુરતમાં ગેસલાઈનમાં ભંગાણ થતા લાગી આગ, બે મહિલાઓ દાઝી

આખા દેશમાં આ સોંગે ધૂમ મચાવી છે ત્યારે દેવ પગલી રાતોરાત સ્ટાર બની ગયા છે, આથી હવે દેવ પગલીએ પોતાની ફી જે અત્યારસુધી રૂ.1 લાખ હતી એ વધારીને રૂ. 25 લાખથી રૂ. 30 લાખ સુધીની કરી દીધી છે.

આ પણ વાંચો :જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો

આ પણ વાંચો :50 વર્ષ પહેલા આ દિવસે બાંગ્લાદેશને મળી હતી આઝાદી, 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

આપને જણાવી દઈએ કે, દેવ પગલી જયારે અમુક ગીત બનાવતા હોય છે ત્યારે તેમના અમુક ગીત ફેલ પણ થતા હોય છે.ત્યારે તેમના કહેવા મુજબ તે વધારે મહેનત કરીને ગીત સારું બનાવતા હોય છે તે આજ દિવસ સુધી કોઈ દિવસ હિમ્મત હાર્યા નથી. તે મજૂરી ચાલુ જ રાખે છે.જયારે દેવ પગલીએ તેમના મિત્રના ઘરે ગયા ત્યારે ગાવા માટે ગયા ત્યારે તેમના મિત્રએ તેમને એક કિલો ચાંદીની ચેન પણ આપી હતી આજે દેવ પગલીના ગીત ખુબજ ચાલી રહ્યા છે અને તેમના ચાહકોમાં પણ ખુબજ વધારો થવા લાગ્યો છે.

તે દરેક ગીતમાં મસ્તી પણ કરતા હોય છે જેથી ચાહકોને આનંદ મળી શકે.દેવ પગલી અમદાવાદમાં એક પક્ષીઓ માટે મોટી હોસ્પિટલ તૈયાર કરવા માંગે છે અને પશુ પક્ષી રસ્તા પર મળી જાય છે તેમને તાત્કાલિક કોઈ સારવાર મળતી નથી તેથી અમદાવાદમાં એવી હોસ્પિટલ બનાવા માંગે છે જેથી દરેક પશુ પક્ષીને સુવિધા મળી રહે.