- ધો. 10નું હિન્દીનું પેપર ફૂટ્યાની આશંકા
- પરીક્ષા પૂણ થાય તેની 30 મીનિટ પહેલા પેપર વાયરલ
- સોશ્યલ મીડિયા પર સોલ્વ થયેલું પેપર શયુ વાયરલ
- સોલ્વ થયેલુ પેપર વાયરલ થતા વિવાદ બોર્ડ સુધી પહોંચ્યો
હાલ ગુજરાતમાં ધોરણ 10ણી બોર્ડણી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આવામાં ધો. 10નું હિન્દીનું પેપર ફૂટ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા પૂણ થાય તેની 30 મીનિટ પહેલા સોલ્વ થયેલું પેપર સોશિયલ મીડિયામાં વરીલ થયું હતું.પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં.આજના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.એવું અધિકારીઓએ જણાવ્યું છે. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે.
ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. વાયરલ પેપર મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 મા હિન્દીના પેપરના જવાબો ફરતા થયાની ઘટના બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગંભીરતાથી લેવાઈ છે. દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ અપાયા છે.
છેલ્લા 10 વર્ષમાં આ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
- GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
- રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
- મુખ્ય સેવિકા: 2018
- નાયબ ચિટનીસ: 2018
- પોલીસ લોકરક્ષક દળ: 2018
- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
- બિનસચિવાલય ક્લાર્ક: 2019
- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: જુલાઈ, 2021
- સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
- હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021
આ પણ વાંચો :ટંકારામાં કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી શકશે ?
આ પણ વાંચો :સુરતમાં સગીરા બની ગર્ભવતી : ગભરાયને બોર્ડની પરીક્ષા પણ આપી નહિ
આ પણ વાંચો :અમિત શાહ આજથી ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો, ગુજ. નેશનલ લો યુનિવર્સિટીમાં 34 જેટલા વિદ્યાર્થીઓ
