કોરોના મહામારીના કારણે ઘરની અંદર રહી અને કંટાળી ગયેલા લોકોને માટે ધ્યાન આપવા જેવો કિસ્સો બહાર આવ્યો છે. થોડા સમય ઘરની અંદર રહેવું પડે છે તો આપણે જ્યારે કંટાળી જતા હોઇએ પરંતુ રાજકોટ શહેરનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની એક સામાજિક સંસ્થાએ 10 વર્ષથી બંધક સમાન જીવન જીવતા ભાઈ-બહેનને મુક્ત કરાવ્યા છે.
રાજકોટ / રાજકોટમાં નોટબંધીનું ભૂત ધૂણ્યું, 500ના દરની 7200 જૂની ચલણી …
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટની એક સામાજિક સંસ્થાએ જાણ કરવામાં આવી કે એક પરીવારના કેટલાક સભ્યો એવી સ્થિતિમાં રહે છે કે તેમને કોઈની મદદની જરૂર છે. આ વાતની જાણ થતાં સંસ્થાના કાર્યકરો તે સ્થળ પર પહોંચ્યા. અહીં એક ઘરમાં બે ભાઈ અને એક બહેન છેલ્લા 10 વર્ષથી પુરાઈને રહેતા હતા. આ રીતે રહેતા ભાઈ અને બહેનના વાળ જટા જેટલા લાંબા થઈ ગયા હતા. તેઓએ 10 વર્ષથી નહાયું પણ ન હતું કે ન તો સાફ કપડા પહેર્યા હતા. સંસ્થાના લોકોએ દરવાજા તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો તો જોવા મળ્યું કે તેઓ ખૂબ જ ખરાબ હાલતમાં હતા. તેઓ વર્ષોથી નહાયા પણ ન હતા. સંસ્થાના કાર્યકરોને જાણવા મળ્યું કે તેઓ માનસિક રીતે અસ્થિર નથી પરંતુ ડીપ્રેશનમાં છે.
Gujarat / રિપબ્લિક ડે પહેલા ગુજરાત ATSને મળી મોટી સફળતા, 1997થી ફરાર દ…
આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે આ કોઈ જન્મજાત પાગલ નથી પરંતુ ભણેલા-ગણેલા લોકો છે. એટલું જ નહીં રાજકોટમાં 10 વર્ષથી એક ઘરમાં પુરીને રાખવામાં આવેલા આ ભાઈ-બહેનો ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા છે. પરંતુ કોઈ કારણોસર તેમની માતાના અવસાન બાદ તેના પિતાએ આ બાળકોને આ રીતે રાખ્યા હતા. બાળકોના પિતાનું કહેવું છે કે તેમના સંતાનોની હાલત માનસિક રીતે ઠીક નથી તેથી તે તેમને આ રીતે રાખી તેમને સાચવે છે. તેમની સારવાર ઘણા ડોક્ટરો પાસે કરાવી પરંતુ હાલતમાં કોઈ સુધારો થયો નહીં તેથી તે છેલ્લા 10 વર્ષથી આ રીતે જીવન જીવતા હતા. હાલ સંસ્થા દ્વારા ત્રણેયને મુક્ત કરાવવામાં આવ્યા છે અને તેમને જરૂરી સારવાર અને કેર માટે તેમને સાથે લઈ જવામાં આવ્યા છે.
COLD / ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે કાલથી રાજ્યમાં બે દિવસ કોલ્ડવે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
