રાજકોટ એન્જિ.ના વિદ્યાર્થીએ અકસ્માતો રોકવા ‘ડ્રાઉઝીનેસ ડિટેક્શન’ ડિવાઇસ બનાવ્યું. ડ્રાઇવરને ઝોકું આવશે તો એલાર્મ વાગી-અલર્ટ કરે તેવું ડિવાઈસ બનાવ્યું છે. ત્યારે કેવી રીતે ડિવાઇસ ઓપરેટ થાય છે આવો જોઈએ.

- મોતના મુખમાં ધકેલાતા રોકાશો
- હજારો જિંદગી હોમાતી બચશે
ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. હાઈવે પર થતા અકસ્માતને રોકવા માટે રાજકોટની વીવીપી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થી બંસી રાયચુરાએ ડ્રાઈવર ડ્રાઉઝીનેસ ડિટેક્શન નામની ટેકનોલોજી વિકસાવી છે, જેમાં ટ્રક-ડ્રાઈવર કે કાર-ડ્રાઈવરને ઝોકું આવે તો એમાં એલાર્મ વાગે છે, જેથી ટ્રક કે કારના માલિકને આ અંગેનો મેસેજ પણ મળશે, જેનાથી તે પણ ડ્રાઇવરનો સંપર્ક કરી શકશે.

આ સેટઅપમાં ડ્રાઈવરની સામેના વિન્ડો-સ્ક્રીન પર એક અદ્યતન કેમેરા સિસ્ટમ લાગે છે, જે ડ્રાઇવરની આંખના ખુલ્લા રહેવાની નોંધ કરે છે. જે સતત કેમરા તરફથી આવતા ડેટાનું એનાલિસિસ કરે છે. સ્વાભાવિક છે કે કોઇપણ વ્યક્તિની આંખો એક મિનિટમાં અંદાજિત 20 વાર બ્લિનક કરે છે. જે આ સિસ્ટમમાં ફોલ્સ ડિટેક્શન ન થાય એ પ્રમાણે ગોઠવેલી છે. કોઇપણ વ્યક્તિની આંખ 100 મિલી સેકેન્ડ પૂરતી ઝબકે છે. આ સમય કરતાં વધારે સમય આંખ બંધ રહે તો વ્યક્તિ ડ્રાઉઝીનેસમાં છે અને ઊંઘવાની કે ઝોકું ખાવાની શક્યતા ધરાવે છે.

આ સિસ્ટમ સાથે મોબાઈલ કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે ડ્રાઈવરની આંખ નિયત સમય કરતાં વધારે સમય સુધી બંધ રહેશે એ લાઈવ વીડિયો પ્રોસેસિંગમાં ડિટેક્ટ કરવામાં આવશે. ત્યારે એક એલાર્મ વાગશે, જેથી ડ્રાઈવર અલર્ટ થઇ જશે અને ફ્રેશ થઇ ફરી ડ્રાઈવિંગ શરૂ કરી શકશે. જેથી અકસ્માત નિવારી શકાય છે.
