છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ સહિત ગુજરાત કોરોના મહામારી સામે લડાઇ રહ્યું છે.જેના કારણે શિક્ષણ વ્યવસ્થા ઓનલાઇન ચાલી રહી હતી અને વિદ્યાર્થીઓની શાળાકીય શિક્ષણ વ્યવસ્થા પુનઃ કાર્યરત કરવા માટે ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી. તેની વચ્ચે બોર્ડના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરવામાં આવી છે.હવે આગામી દિવસોમાં શૈક્ષણિક વર્ષ 2020-21નું ઉનાળાનું વેકેશન ટૂંકાવવામાં આવી શકે છે એવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર / અનંતનાગમાં સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકી હુમલો, 3 જવાન ઘાયલ
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાના વાયરસના કેસમાં હવે ઘટાડો આવી રહ્યો છે અને બીજી તરફ કોરોનાને હરાવવા માટે રસીકરણ પણ ચાલી રહ્યું છે, આ પરિસ્થિતિ જોતા દેશમાંથી નજીકના સમયમાં કોરોનાથી છૂટકારો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે 2020-21 દરમિયાન બાકી બાબતોની જેમ શૈક્ષણિક મુદ્દે પણ અસર થઈ છે. એટલે કે હવે નવા વર્ષની શરુઆત વેકેશન વગર જ કરવામાં આવી શકે છે. એટલે કે ઉનાળું વેકેશન લગભગ આ વર્ષે નહીવત જેવું હોઈ શકે છે.
tractor-rally / સન્ની દેઓલે કર્યુ ટ્વીટ, કહ્યુ- દીપ સિદ્ધુ સાથે મારે કોઇ લેવા-દેવા નથી
આ દરમિયાન સ્કૂલ ઓનલાઈન કે ઓફલાઈન શરુ કરવી તે અંગે વિચાર કરવામાં આવશે.રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, આ વખતે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન ઉનાળાનું વેકેશન 35 દિવસ લાબું નહીં હોય. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, છે કે વર્ષના અંતમાં આવનારુંઉનાળું વેકેશન લગભગ એક અઠવાડિયુ ટૂંકાવવામાં આવી શકે છે.
Political / દિલ્હી હિંસા પર કેન્દ્રને શિવસેનાએ આપી ચેતવણી: જો નમી જતા તો શું જતું, ક્યાંક રશિયા જેવી…
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગેનો અંતિમ નિર્ણય ચર્ચા વિચારણાઓ બાદ લેવામાં આવશે, વેકેશન ઘટાડવા પાછળનો મુખ્ય હેતુ 2021-22ની શરુઆત સરળ રીતે થઈ શકે તેવું છે.કોરોના વાયરસની મહામારીના કારણે 10 મહિના જેટલા લાંબા સમય સુધી બાળકોએ સ્કૂલથી દૂર રહેવું પડ્યું છે. ધોરણ-10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન દર વર્ષે માર્ચમાં કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે મહામારીના કારણે તે મે મહિનામાં યોજવામાં આવી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…