- સુરતમાં પો.કર્મી સામે ગુનો નોંધવા આદેશ
- સુરત જિલ્લા કોર્ટે કર્યો આદેશ
- માસ્ક ના પહેરનાર યુવકને માર્યો હતો માર
- પોલીસે માર મારતા યુવક કોમામાં સરી પડ્યો
- પો.કમિ.ને રજૂઆત બાદ કાર્યવાહી નથી કરી
- 6 મહિના અગાઉ યુવકને માર્યો હતો માર
- ઉમરા પોલીસે યુવકને માર્યો હતો માર
સુરતમાં જિલ્લા કોર્ટે શહેરના પોલીસ કર્મી સામે ગુનો નોંધવાનો મહત્વનો આદેશ આપ્યો છે.સુરતમાં પોલાસકર્મીએ એક યુવકને બેરહેમીથી માર માર્યો હતો જેના પગલે આ યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી અને યુવક કોમામાં સરી પડ્યો હતો.યુવકને માર મારવાની રજૂઆત સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી પરતું કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ યુવકને 6 મહિના અગાઉ માર માર્યો હતો ,
ઉલ્લેખનીય છે કે યુવકે માસ્ક ન પહેર્યો હોવાથી પોલીસે દમનગીરી કરીને આ યુવકને ઢોર માર માર્યો હતો જેના લીધે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ યુવક કોમામાં સરી પડ્યો છે. પોલીસ તેની નૈતિક ફરજોમાંથી અમાન્ય રીતે જોહુકમી કરતી હોવાથી કોર્ટે પોલીસને આ મામલે કડક પ્રતિક્રિયા આપી હતી અને સત્વરે પોલીસ સમક્ષ ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.
