Not Set/ સુરતમાં માત્ર 14 દિવસના બાળકને ભરખી ગયો કોરોના, પરિવારમાં છવાયો શોકનો માહોલ

ગુજરાતમાં કોરોના સંક્રમણબેકાબૂ બન્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સ્થિતિ દિવસેને દિવસે વણસતી જાય છે. ડાયમંડ નગરી સુરતમાં 14 દિવસના બાળકનું કોરોનાના લીધે મોત થયું છે.

Top Stories Gujarat Surat

ગુજરાતમાં કોરોના સંક્રમણબેકાબૂ બન્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સ્થિતિ દિવસેને દિવસે વણસતી જાય છે. ડાયમંડ નગરી સુરતમાં 14 દિવસના બાળકનું કોરોનાના લીધે મોત થયું છે. જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ બાળકનું મોત થયું હતું.

આ પણ વાંચો : સુરતમાં સળગેલી હાલતમાં મળી કાર, ઘટના બની ટોક ઓફ ધ ટાઉન

સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસુમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે બાળકને કોરોના થયો હતો. ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ છે.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગને લઈ PM મોદીના આ ભાઈએ કર્યો હોબાળો, જાણો શું છે કારણ

 સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂત છીએ અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવીએ છીએ. પ્રસૂતા રાજશ્રીને આ બીજી પ્રસૂતિ હતી. પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો. આજે એ ચાર વર્ષની હોવાનું મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. ત્યાર બાદ આ બધી તકલીફો ઊભી થઇ હતી. બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું. હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.

તો બીજી તરફ, સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ 11 દિવસ ની કોરોના પોઝિટિવ બાળકીના વહારે પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ આવ્યા છે. આજે બપોરે 12 કલાકે સ્મીમેર હોસ્પિટલમાં ડો.જગદીશ પટેલ 11 દિવસની બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરશે. 11 દિવસની બાળકીને ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડી. સંજોગો વસાહત પૂર્વ મેયર ડો.જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં રસીના બે ડોઝ લેવા છતાં કોવિડ સ્પેશિયાલિસ્ટ ડો. ચિરાગ માત્રાવડિયા કોરોના સંક્રમિત

સુરત શહેરમાં મંગળવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 મોત નોંધાયા હતા. મંગળવારે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 1441 કેસ સામે આવ્યા હતા. જે પૈકી જિલ્લામાંથી 177 કેસ નોંધાયા હતા. નવા કેસનો ઉમેરો થતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77,857 પર પહોંચી ગઈ છે.મંગળવારે શહેરમાં 617 અને જિલ્લામાં 171 લોકો મળી કુલ 788 લોકોને સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69539 લોકો સાજા થઇ રજા લઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 6991 એક્ટિવ કેસ છે. સરકારી હોસ્પિટલમાં 1320 દર્દીઓ ગંભીર હાલતમાં છે.

આ પણ વાંચો :કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી માં વિકેન્ડ કર્ફ્યું