Not Set/ સુરતમાં સળગેલી હાલતમાં મળી કાર, ઘટના બની ટોક ઓફ ધ ટાઉન

કોરોના વાયરસના કારણે લોકો પહેલેથી જ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે કોરોનાના કેસોનો બ્લાસ્ટ થઇ રહ્યો છે એવા સુરત જીલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે,

Gujarat Surat

કોરોના વાયરસના કારણે લોકો પહેલેથી જ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે કોરોનાના કેસોનો બ્લાસ્ટ થઇ રહ્યો છે એવા સુરત જીલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે. હકીકતમાં સુરત જિલ્લાના કામરેજમાંથી એક સળગેલી કાર મળી આવી છે અને એમાં એક વ્યક્તિ ભડથું પણ થઇ ગયો છે, ત્યારે હવે આ ઘટના તપાસનો વિષય બની ગઈ છે.

આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ, સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં મંગળવારના રોજ રોડની બાજુમાંથી સળગેલી હાલતમાં એક ક્રેટા કાર મળી આવી હતી. તપાસ કરતા અંદર કાર ચાલક પણ સંપૂર્ણ ભડથું થઈ ગયો હતો.જો કે ત્યારબાદ આ ઘટનાની જાન પોલીસને કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલમાં આ ઘટનામાં FSLની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી નમૂના લઈ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટનામાં આગમાં આકસ્મિક રીતે આગ લાગી કે પછી કોઈએ આગ લગાવી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી, જેથી હવે FSL રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે કે આ બનાવ કઈ રીતે બન્યો.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગને લઈ PM મોદીના આ ભાઈએ કર્યો હોબાળો, જાણો શું છે કારણ

કાર નંબરના આધારે પોલીસે માલિકની ઓળખ કરી હતી. માલિકનું નામ વિશાલ લક્ષ્મણ ગજેરા (ઉ.વર્ષ 30, રહે આમ્રકુંજ સોસાયટી, પુણા સીમાડા રોડ સુરત, મૂળ રહે ખાટલી ગામ, તા. જામ કંડોરણા જી. રાજકોટ) હોવાનું સામે આવતા પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેમાં કાર ચાલકને નાના ભાઈ ધવલ ગજેરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ વિશાલ મીની વરાછામાં કાચા હીરાના ખરીદ વેચાણનું કામ કરે છે. ગત 9મી એપ્રિલના રોજ વિશાલ ફાર્મ હાઉસ પર જાઉં છું અને રાત્રે ઘરે આવવાનો નથી એવું  કહી ક્રેટા કાર લઈને નીકળી ગયો હતો.

બીજા દિવસે બપોરે ધવલે તેના ભાઈ સાથે વાલક પાટિયા નજીક અયોધ્યાપુરમ સોસાયટીમાં ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય  તેના વિશે વાતચીત કરી હતી. પરંતુ તે દિવસે તેણે કામ માટે બહાર હોવાનું જણાવ્યું હતું અને રાત્રે ઘરે આવ્યો ન હતો. આથી 11મીના સવારે ધવલે અનેક વખત ફોન કરવા છતાં વિશાલે ફોન ઉપાડ્યો ન હતો. સાંજે 5 વાગ્યે તેનો ફોન સ્વીચ ઓફ થઈ જતા ધવલે વિશાલની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા 12મી એપ્રિલના રોજ ધવલે સુરત શહેરના સરથાણા પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :કોંગ્રેસને આક્ષેપ કરતા સિવાય બીજું કશું આવડતું જ નથી : પાટીલ

દરમિયાન મંગળવારના રોજ તે ભાઈની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે કામરેજ પોલીસ મથક પરથી તેના પર ફોન આવેલો કે કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં ઘલા કરજણ રોડ પર ક્રેટા કાર નંબર GJ 5 RC 7729 સંપૂર્ણ સળગેલી હાલતમાં પડેલી છે અને ક્લીનર સીટ પર મૃતદેહ ભડથું થઈ ગયેલ હાલતમાં મળી આવ્યો છે. જાણ થતાં જ ધવલ સ્થળ પર પહોંચ્યો હતો જેમાં કાર પોતાના ભાઈની જ હોવાની કબૂલાત કરી હતી પરંતુ અંદર જે લાશ સંપૂર્ણ બળી ગઈ હોય ઓળખ થઈ શકી નથી.

આ સાથે હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ગુનો નોંધ્યો છે અને પરિવારની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :કોરોના મહામારીને કારણે ધોરણ-10 બોર્ડની પ્રાયોગિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર , વિદ્યાર્થીઓને આંશિક

આ પણ વાંચો :કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી માં વિકેન્ડ કર્ફ્યું