Covid-19/ રાજ્યમાં શિક્ષણકાર્ય શરુ થયા બાદ સ્કૂલોમાં કોરોનાનો કહેર, હવે સુરતમાં..

11  જાન્યુઆરીથી શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.  આ સ્થિતિમાં હવે કેશોદ બાદ સુરતમાં પણ 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Gujarat Surat

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે અને રાજ્યમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે, પરંતુ આ વચ્ચે સરકાર દ્વારા ગત 11  જાન્યુઆરીથી શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.  આ સ્થિતિમાં હવે કેશોદ બાદ સુરતમાં પણ 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પહેલા કેશોદની શાળામાં વિદ્યાર્થિનીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું.તે જોતા હવે સુરત મહાનગરપાલિકાએ પણ અલગ અલગ 97 સ્કૂલોમાં કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી, ત્યારે આ પ્રક્રિયામાં ત્રણ વિદ્યાર્થી અને બે શિક્ષકોનો મળીને કુલ ૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, શહેરની 97 સ્કૂલોમાં ધનવંતરી રથ મોકલીને 2320 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી બે શિક્ષક અને 3 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શહેરના રાંદેર વિસ્તારની લોકમાન્ય સ્કૂલના બે શિક્ષકો, વરાછાની શ્રીનચિકેતા સ્કૂલ, કતારગામની સુમન સ્કૂલ નં-3 અને સિંગણપોરની પ્રજ્ઞા સ્કૂલના એક-એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત હોવાનો રિપોર્ટ  આવ્યો છે. હાલ કોર્પોરેશન દ્વારા તમામ પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી સ્કૂલો બાદ શાળાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને લઈને વાલીઓની સાથે સાથે સરકારમાં પણ ચિંતાનો માહોલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…