જુનાગઢ/ માંગરોળ દરિયામાંથી શંકાસ્પદ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત

પોલીસે આ તમામ પેકેટ્સને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે આ પેકેટ માંથી જો ચરસ મળી આવશે તો અંદાજે કરોડો રૂપિયાની કિંમત થશે

Top Stories Gujarat Others
માંગરોળ પોલીસે આ તમામ પેકેટ્સને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે આ પેકેટ માંથી જો
  • દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી વધુ 50 પેકેટ મળ્યા
  • કુલ પેકેટ ની સંખ્યા પહોંચી 90પર

જુનાગઢ ના માંગરોળ દરિયા પટ્ટી વિસ્તારમાંથી વધુ 50 પેકેટ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે છેલ્લા ત્રણ દિવસથી માંગરોળ શીલ ચોરવાડ સહિતના દરિયા કિનારા ઉપર જૂનાગઢ SOG ની ટીમ અને મરીન પોલીસ સાથે સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ દરમિયાન વધુ 50 પેકેટ ચરસના મળી આવતા હાલ પોલીસે પેટ્રોલિંગમાં વધારો કર્યો છે.

ગત તારીખ બે ઓગસ્ટ ના રોજ સાંજે આઠ પેકેટ માંગરોળ બંદરના નવી જેટીના કિનારા પરથી ચરસના શંકાસ્પદ 6 પેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું અને આ ઓપરેશન દરમિયાન વધુ ૩૪ પેકેટ મળી આવતા પોલીસે બંદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. શંકાસ્પદ ચરસના પેકેટ પકડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે ત્યારે ગત સાંજે ફરીથી માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મરીન પોલીસ અને માંગરોળ સ્થાનિક પોલીસ , સીલ પોલીસ તેમજ એસોજીની ટીમ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટીની સૂચનાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગત સાંજના સમયે મરીન પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે વધુ 50 પેકેટ મળતા કુલ ચરસના પેકેટનો આંક 90 પર પહોંચ્યો છે

પોલીસે આ તમામ પેકેટ્સને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે આ પેકેટ માંથી જો ચરસ મળી આવશે તો અંદાજે કરોડો રૂપિયાની કિંમત થશે ઉપરાંત હાલ પોલીસે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે અને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.

છોટાઉદેપુર /  કેનાલ પર ટહેલવા નિકળેલ પત્નીનો પગ લપસ્યો અને કેનાલમાં ખાબકી, પછી….