તમિલનાડુ/ પ્રચાર દરમિયાન કમલ હાસનની કાર પર યુવકે કર્યો હુમલો, પછી થયું આવું…

તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) ના વડા અને અભિનેતા કમલ હાસનની કાર પર રવિવારે એક યુવકે હુમલો કર્યો હતો. કમલ હાસન ચૂંટણી પ્રચાર બાદ કાંચીપુરમની એક હોટલમાં જઈ રહ્યા હતા,

Top Stories India

તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) ના વડા અને અભિનેતા કમલ હાસનની કાર પર રવિવારે એક યુવકે હુમલો કર્યો હતો. કમલ હાસન ચૂંટણી પ્રચાર બાદ કાંચીપુરમની એક હોટલમાં જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. હુમલો કરનાર શખ્સ કમલ હાસનનો ચાહક હોવાનું મનાય રહ્યું છે.

આ પણ વાંચો : દિલ્હીથી ગાઝિયાબાદ, નોઈડા જઇ રહેલા લોકો માટે ખુશખબર, આજથી ખોલવામાં આવ્યો NH-24 નો એક ભાગ

પાર્ટીના એક નેતાએ કહ્યું કે, આ ઘટનામાં કમલ હાસનને કોઈ ઇજા પહોંચી નથી. જોકે, તેમની કારને નુકસાન થયું હતું. એમએનએમ નેતા એજી મૌર્યાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે કમલ હાસન પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર યુવકને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી યુવક નશામાં હતો.

આ ઘટના બાદ એમએનએમના કેટલાક કાર્યકરો અને સામાન્ય માણસો દ્વારા તેમની પર કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને પોલીસ હોસ્પિટલ લઇ ગઈ હતી.

આ પણ વાંચો : ચીની ફેક્ટરીને ચાંપી દેવાઈ આગ, સેનાએ વરસાવી ગોળીઓમાં 51 લોકોના મોત

કમલ હાસન તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરી હોટલ પરત ફરી રહ્યા હતા ત્યારે નશાધૂત એક વ્યક્તિએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો. આ પછી, બળજબરીથી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ પછી ત્યાં હાજર કાર્યકર્તાઓએ તેને માર માર્યો હતો.