જમ્મુ-કાશ્મીર/ પુલવામા સેકટરમાં આતંકી અથડામણ, એક આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરનાં પુલવામા વિસ્તારનાં કાકાપોરાનાં ગાથ મહોલ્લા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

Top Stories India
  • પુલવામા સેકટરમાં આતંકી અથડામણ
  • એક આતંકવાદી મરાયો ઠાર
  • અન્ય ત્રણ આતંકીઓ સાથે ઘર્ષણ
  • સેનાએ સમગ્ર એરિયાને કોર્ડન કર્યો
  • સમગ્ર એરિયામાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન
  • સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ

દક્ષિણ કાશ્મીરનાં પુલવામા વિસ્તારનાં કાકાપોરાનાં ગાથ મહોલ્લા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કાકાપોરામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મહામારીનો મહાભરડો / દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું છે કે, પુલવામાનાં કાકાપોરામાં આતંકવાદીઓ છુપાયા પછી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર પોલીસે કહ્યું કે, પોલીસ અને સેના સંયુક્ત ઓપરેશન કરીને આતંકીઓને જવાબ આપી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટીતંત્રએ થોડા સમય માટે પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આજે સવાર (શુક્રવાર) થી એન્કાઉન્ટર શરૂ થયું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બેથી ત્રણ આતંકીઓ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, બે આતંકવાદીઓ અબગામમાં પોલીસની હત્યામાં સામેલ હતા, જ્યાં શુક્રવારે ભાજપનાં નેતાનાં ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

પોલીસ અને સેનાએ આતંકવાદીઓનાં પરિવારોને તેમને આત્મસમર્પણ માટે રાજી કરવા સ્થળ પર પહોંચાડ્યા હતા, પરંતુ એવું લાગી રહ્યું છે કે, તેઓએ આ ઓફર ઠુકરાવી દીધી હતી અને બદલામાં એન્કાઉન્ટર શરૂ કરનાર દળો પર ગોળીબાર કર્યો હતો. આ વર્ષે સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશરે દસ અભિયાનોમાં ખીણમાં 20 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. શોપિયા અને પુલવામાનાં દક્ષિણ કાશ્મીરનાં જિલ્લાઓએ આ ઓપરેશનો મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ